Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બિપર વાવાઝોડાની અસરને જોઈ, જે તે જિલ્લાના પીડીજે નક્કી કરશે કે કોર્ટ ચાલુ રાખવી કે નહીં – હાઈકોર્ટ

અમદાવાદની વિવિધ કોર્ટમાં 14 થી 16 જૂન દરમિયાન વકીલ કે પક્ષકાર હાજર ન રહે તો વિપરિત હુકમ ન કરવા વિનંતી કરાઈ

બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડ્યો છે કે વાવાઝાડોની અસર કેવી છે, તેના આધારે જે તે જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ નક્કી કરશે કે ક્યાં ત્યાં કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવી કે નહીં. સંબંધિત જિલ્લાઓમાં વાવાઝોડાની અસર સહિતના અન્ય પરિબળોને ધ્યાને રાખીને કોર્ટ ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે નિર્ણય લે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સ્થાનિક પ્રશાસન સાથે સંકલન સાધીને નિર્ણય લે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ભૂતપૂર્વ ચેરમેન અને શિસ્ત સમિતિના ચેરમેને અનિલ કેલ્લાએ જણાવ્યું છે કે, વાવાઝોડાની અસરને અનુલક્ષીને 14 જૂનથી 16 જૂન દરમિયાન અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ, મિરઝાપુર કોર્ટ, સેશન્સ કોર્ટ, અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ સહિતની કોર્ટમાં વકીલો કે પક્ષકારો હાજર રહી ન શકે તો તે સ્થિતિમાં કોર્ટ દ્વારા કોઈ વોરંટ ઈસ્યુ ન કરાય અને એક તરફી કે વિરૂદ્ધમાં કોઈ હુકમ કરવામાં આવે નહીં તે અંગે સંબંધિત કોર્ટને રજૂઆત કરાયેલી છે. આ બાબતને અનુલક્ષીને શહેરની વિવિધ કોર્ટના બાર એસોસિએશને ઠરાવ પસાર કરેલો છે. 

આ પણ વાંચો : બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામેના બદનક્ષીના કેસને લઈ ખાનગી ચેનલે મેટ્રો કોર્ટમાં સીડી રજૂ કરી