Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને સ્પીકર શંકર ચૌધરીને તેમનું રાજીનામું સોંપ્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા હવે 17થી ઘટીને 16 થઈ ગઈ છે.

ચિરાગ પટેલ જે મંગળવારે ચૌધરીને તેમની સત્તાવાર ચેમ્બરમાં મળ્યા હતા ત્યારે તેમની સાથે ભાજપ ગુજરાતના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હતા અને એવી અટકળોને વેગ આપ્યો હતો કે ચિરાગ પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. ચિરાગ પટેલે તેમના રાજીનામાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો.

ચિરાગ પટેલે ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં 3,711 બેઠકોના માર્જિનથી જીત મેળવી હતી. 1990 પછીની  આ બેઠક પર કોંગ્રેસની તે પ્રથમ જીત હતી . ચિરાગ પટેલે ભાજપના વર્તમાન ધારાસભ્ય મહેશ રાવલને હરાવ્યા હતા, જેઓ ધારાસભ્ય તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કથિત સેક્સટોર્શન રેકેટનો શિકાર બન્યા હતા. 

અગાઉ, ચૌધરીને મળ્યા પહેલા ચિરાગ પટેલે તેમના રાજીનામા અંગેના પ્રશ્નો ટાળ્યા હતા.ચિરાગ પટેલે કહ્યું કે  "દર મંગળવારે, ધારાસભ્યો માટે તેમના મતવિસ્તારના મુદ્દાઓને સંબંધિત વિભાગો સમક્ષ રજૂ કરવાનો દિવસ છે અને તેથી હું આજે સચિવાલય ખાતે છું. " 

આ ઉપરાંત રાજીનામું આપીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે જતા જતા કહ્યું કે, કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ એવી છે. આમાં વધારે સમય રહી ન શકાય. અન્ય ધારાસભ્યો પણ મારી જેમ ગૂંગળામણ અનુભવે છે તેથી કોંગ્રેસ હજું તૂટશે. આ વાત કહીને તેમને કોંગ્રેસમાં હજુ રાજીનામા પડશે તેવી વાત સ્પષ્ટ કરી છે.

આ પણ વાંચો : રાજ્યના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી થઈ શરુ, રૂપિયા 400 મણ સુધીનો ભાવ