Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: સુપ્રીમકોર્ટના કોલેજીયમ દ્વારા ગુજરાતના હાઇકોર્ટના ચાર જજીસ જસ્ટિસ એ.વાય.કોગજે, જસ્ટિસ ગીતા ગોપી, જસ્ટિસ હેમંત પ્રચ્છક અને જસ્ટિસ સમીર જે.દવેની બદલી માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. સુપ્રીમકોર્ટ દ્વારા બદલીની કરાયેલી આ ભલામણમાં થોડા સમય પહેલાં જ રાહુલ ગાંધીની પિટિશન ફગાવી દેનાર અને તેમને સજા સામે સ્ટે નહી આપનાર જસ્ટિસ હેમંત પ્રચ્છકનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા એકસાથે હાઇકોર્ટના ચાર જજીસની બદલીના નિર્ણયને લઇ હાઇકોર્ટના વકીલ આલમ અને ન્યાયતંત્રમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી. 

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય.કોગજેની અલ્હાબાદ હાઇકોર્ટમાં, જસ્ટિસ ગીતા ગોપીની મદ્રાસ હાઇકોર્ટમાં, જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના હાઇકોર્ટ ખાતે અને જસ્ટિસ સમીર જે.દવેની રાજસ્થાની હાઇકોર્ટ ખાતે બદલીની ભલામણ કરવામાં આવી છે.

મહત્વનુ છે કે, થોડા દિવસો પહેલા જ હાઈકોર્ટના જસ્ટિસ વિપુલ પંચોલીની પટણા હાઈકોર્ટમાં ટ્રાંસફર કરાયેલી છે. હવે, ગુજરાત હાઈકોર્ટના એક સાથે ચાર જસ્ટિસની ટ્રાંસફર માટેની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બદલી માટેની ભલામણ કરાઈ છે.