Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભેજનું પ્રમાણ વધતા ગુજરાતભરમાં ઠંડીનું જોર વધ્યું છે. ગુજરાતમાં અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ગગડ્યો છે. હાલમાં નલિયા 16.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ગાંધીનગરમાં 17 ડિગ્રી અને અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે. આની સાથે જ સુરતનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ભારે પવન સાથે ગુજરાત ભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે, આગામી 5 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.

રાજ્યના રાજકોટમાં 19 ડિગ્રી અને ભાવનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  નલિયા 16.02 ડિગ્રી સાથે સમગ્ર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સુરત શહેરમાં 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યભરમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. 

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજે વાતાવરણ સૂકું રહેશે. કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે.  24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.

આ પણ વાંચો : 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો, જાણો વિગત