Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય.

ખેતીના પાકમાં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે ખેડૂતોએ અનેકવાર દિવસે વીજળી મળે તે માટેની રજૂઆત કરી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લીધો છે. જેમા અરવલ્લીના મોડાસામાં જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોને સવારે વીજળી જોઇએ તો આવતા ડિસેમ્બર સુધી તો દિવસે વીજળી મળતી થઇ જશે.

સીએમએ પૂછ્યો સવાલ

અરવલ્લી જિલ્લાના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા ઘણા બધા હળવા મૂડમાં જણાવ્યુ કે, આપણે 24 કલાક વીજળી આપીએ છીએ પણ ખેડૂતોની માંગ તો સવારે વીજળી મળે એમ છે. તેથી મંત્રી કનુભાઇને પૂછ્યુ કે આ કાર્ય ક્યારે પુરૂં કરશે? જે પછી તેમણે કહ્યુ હતું કે, ડિસેમ્બરમાં અમે આવી ગયા છીએ હવે આવતા ડિસેમ્બર સુધીમાં આવીએ ત્યાં સુધી તો દિવસે વીજળી મળતી થઇ જશે.

નોંધનીય વાત એ છે કે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. દિવસે વીજળી ન મળવાથી  ખેડૂતો રાત્રે પિયત કરવા માટે મજબૂર બને છે. સરકાર ફીડરની લંબાઈ વિભાજનના લીધે જ આગળ ધરે છે. આ અંગે ખેતીની ઉપયોગી વીજળી માટે જરૂરી લોડનું પણ કારણ આગળ ધરવામાં આવે છે.

સીએમ પટેલે અને પીએમ વચ્ચે મુલાકાત

નોંધનીય વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા રવિવારે જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બુધવારે દિલ્હી બોલાવી પાટનગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું. આજે કેબિનેટની બેઠક પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે અઢી વાગે દિલ્હી જવા રવાના થવાના છે. અચાનક દિલ્હી જવાના કાર્યક્રમોએ પાટનગરમાં અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે. બોર્ડ નિગમમાં નિમણૂકના  મુદ્દે આગામી વાઇબ્રન્ટ સમિટમાં આવનારા સંભવિત રોકાણો મુદ્દે પણ ચર્ચાઓ થવાની હાલ સંભાવનાઓ જોવાઇ રહી છે.

આ ઉપરાંત પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી અને કૈલાશ નાથનના એક્સટેન્શનના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હોય તેમ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચર્ચા એવી છે કે, રાજ્યના વિકાસલક્ષી પ્રોજેકટ મુદ્દે પણ સીએમ પીએમને રિપોર્ટ આપી શકે તેમ છે.