Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં આવેલ મોટેરા ગામમા આદર્શ પ્રાથમિક શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આ શાળા બની ત્યારથી અત્યાર સુધી તેને રિનોવેશન કરાવવામાં આવી નથી. જો કે હાલ શાળાની તમામ દીવાલો ભયજનક અને જર્જરિત થઈ ગઈ છે. પરંતુ હાજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ શાળાને સમારકામ કરવામાં આવ્યું નથી.

મોટેરા ગામમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળાને તંત્ર ભૂલી ગયું હોય તે નકારી શકાય તેમ નથી. આ શાળાને વર્ષ 1999માં બનાવવામાં આવી હતી. શાળા બની ત્યારથી અત્યાર સુધી તેને રીનોવેશન કરાવવા માટે તંત્રએ કોઈ તસ્દી લીધી નથી. જોકે બાળકો એવી શાળામાં અભ્યાસ કરે છે જે ગમે ત્યારે પડી શકે છે. 


આ શાળામાં હાલ નાના બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ધાબા પરથી પોપડા પડી રહ્યા છે તો દીવાલો તૂટેલી દેખાય છે.

આ અંગે NGN દ્વારા શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરવામાં આવી હતી પરંતુ તેઓ આ મામલે છટક બારી શોધી શાળાના સુપ્રીટેન્ડર સાથે વાત કરવા કહ્યું હતું. જોકે અમે લોકોએ તેમનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે અમે નવી શાળા બનાવવા માટે લખાઈ દીધું છે. પરંતુ ક્યારે બનશે તે કોઈને ખબર નથી.

જોકે તેઓને વધારે સવાલ કર્યા તો તેઓએ પણ છટક બારી શોધી એલડી દેસાઈ સાથે વાત કરવા કહ્યું અને તેઓની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આગામી સમયમાં તેનું કામ હાથ ધરવામાં આવશે.

મહત્વની વાત તો એ છે કે શાળાના વર્ગ ખંડોમાં બાળકો પાસેથી સફાઈ કરાવવામાં આવે છે. આ દ્રશ્ય અમે લોકો જોઈ ગયા તો ત્યાંના પ્રિન્સિપાલ તાત્કાલિક તે વર્ગ ખંડને બંધ કરવા માટે સૂચના આપી દીધી હતી.

આ પણ વાંચો : MLA અમિત ઠાકરની NGN સાથે ખાસ મુલાકાત