Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

CM ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજાઇ હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાત અને UAEના પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરી હતી. તે દરમિયાન ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ UAE-ગુજરાત સાથે મળીને આગળ વધી શકે તેમ છે તેમ જણાવ્યું હતું.

UAE 2017થી વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય

UAE 2017થી વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને UAEના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એમ ડો. થાની બિન અહેમદે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટથી સૌને વિકાસવાની તક આપી છે અને એક ભારત-શ્રેષ્ઠ ભારત સાકાર થયું છે. UAEના ઉદ્યોગ રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા ઈજન આપ્યુ હતુ. ત્યારે ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ મીનીંગફુલ પાર્ટનરશીપ થઈ શકે. એવું આ બેઠકની ચર્ચા દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી

સાઉદી અરેબિયાના મંત્રીની સાથે આવેલા બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગોને જે સહયોગ મળ્યો છે. તે માટે તેઓએ રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલએ UAEના વિદેશ વ્યાપાર મંત્રીને ગુજરાતની ફરીવાર વિસ્તૃત મુલાકાતે આવવાનું આમંત્રણ આપતા કહ્યું છે કે, રાજ્યના ટુરિઝમ સેક્ટરને પણ તમે સૌ નિહાળો તેવી અમારી અપેક્ષા છે. સાઉદી અરેબિયાના મંત્રીએ પણ CM ભૂપેન્દ્ર પટેલને UAEના પ્રવાસે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલએ આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, UAEની કંપનીઓ માટે રેલવે, રોડ-રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો રહેલી છે. ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને યુએઈ અને ભારત તેમજ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડીંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. આ સૌજન્ય બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયાં હતાં.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન દ્વારા 2.72 કરોડના ખર્ચે ત્રણ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર નવા બિલ્ડિંગમાં કરાયા શરૂ