Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સીંગતેલના રિપોર્ટના જે નમુના લેવામાં આવ્યા છે જઓ તેમાં કોઈ ખામી જણાશે તો જે તે પેઢી સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેમ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા હાલ જણાવવામાં આવ્યું હતું.

ત્યારે જો તમે સીંગતેલ લેતા હોય તો હવે સાવચેતી રાખજો. નહીંતર તમારા ઘરમાં આવી જશે ભેળસેળયુક્ત નકલી તેલ. હાલમાં જ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મોટાપાયે તેલની ફેકટરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીંગતેલમાં ભેળસેળની આશંકાએ રાજકોટ શહેર સાથે સાથે જિલ્લાભરમાં અનેક જગ્યાએ  ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસના આદેશ આપ્યા પછી ઠેર-ઠેર તપાસ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની નાની મોટી 16 ઓઇલ મીલમાંથી હાલ આ અંગે નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાંથી 3 તેલ મીલોની પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે શહેર અને જિલ્લાભરમાંથી ફૂડ વિભાગ દ્વારા કુલ 24 નમૂના લેવામાં આવ્યા હતા. મનપામાં ફૂડ વિભાગ દ્વારા પરાબજાર અને જુનાયાર્ડમાં આવેલ પેઢીમાંથી સીંગતેલના વિવિધ નમુના લેવામાં આવ્યા હતા. રાજકોટમાંથી રવિ સીંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સીંગતેલ અને બોમ્બે સુપર સીંગતેલ નામની બ્રાન્ડના સીંગતેલના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા. શહેર તેમજ જિલ્લાની અલગ અલગ ઓઇલ મિલોમાંથી લેવાયેલ નમુનાને હાલ તપાસ માટે આગળ મોકલવામાં આવ્યા છે.

આ તપાસ માટે લીધેલ સીંગતેલના રિપોર્ટના નમુનામાં જો કોઈ ખામી જણાશે તો જે તે પેઢી સામે આકરી કાર્યવાહીઓ કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા પણ કહવામાં આવ્યું હતું. ત્યારે હાલ શિયાળાની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. લોકો પણ મોટી સંખ્યામાં સીંગતેલની ખરીદી કરતાં હોય છે. ઘર માટે બાર મહિનાનું સીંગતેલ સિઝન દરમિયાન ખરીદવામાં આવે છે. ત્યારે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ તેલમાં ભેળસેળ કરનારા લોકો એક્ટિવ થઈ જાય છે. વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, તેલ લેતા પહેલા ગુણવત્તા ચકાસવી ખૂબ જ અનિવાર્ય છે. વિશ્વસનીય જગ્યા પરથી જ સીંગતેલની ખરીદી કરવી જોઈએ.