Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- વર્ષ 2018થી અત્યાર સુધીમાં 26,520 કેસોનો નિકાલ કરાયો – ચેરિટી કમિશનરની કચેરી

- 4 કરોડથી વધુ ડોકયુમેન્ટસનું ડિજિટલાઈઝેશન કરાયું

અમદાવાદ: ચેરિટી કમિશનર દ્વારા જણાવવામાં આવેલુ છે કે, ચેરિટી કમિશનરની કચેરીઓમાં બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ અને બિનતકરારી નોંધણી અરજીઓના નિકાલની ઝુંબેશમાં એક દિવસમાં જ 1512 કેસોનો નિકાલ કરાયો છે. વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં 26,520 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 5759 ફેરફાર રિપોર્ટ અને ટ્રસ્ટ-સોસાયટી નોંધણીની ૫૭૫૯ અરજીઓ અને 58 વાંધા અરજીઓના કામોનો નિકાલ કરવામાં આવ્યો છે.

ચેરિટી કમિશનર કચેરી ખાતે સરકારી ચોપડે કુલ 3,52,294 ટ્રસ્ટો નોંધાયેલા છે. તેના 4 કરોડથી વધુ ડોકયુમેન્ટસનું ડિજિટલાઈઝેશન કરાયું છે. બે દિવસની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતુ, જેમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, વડોદરા, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ભુજ અને વલસાડ મુકામે ચેઇન્જ રિપોર્ટ અને બિનતકરારી નોંધણી અરજીઓના નિકાલની ઝુંબેશ કરતાં આ એક દિવસમાં તમામ જિલ્લાઓમાં કુલ 1512 કેસોનો ફેંસલો લાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ચેરિટીતંત્રની કુલ પેન્ડન્સી નહીંવત જેટલી રહી છે.

ચેરિટી કમિશનરની કચેરીનો દાવો છે કે, ટ્રસ્ટોની મિલકતો સાથે જે ચેડાં થતાં હતા તે હવે બંધ થવાના આરે છે. દસ્તાવેજ નોંધણી અધિકારી અને કલેકટરોને સ્પષ્ટપણે પરિપત્રથી જણાવી દેવામાં આવેલ છે કે કોઇપણ ટ્રસ્ટની પ્રોપર્ટીની નોંધણી કે એન્ટ્રી ચેઇન્જ કરતી વખતે ટ્રસ્ટ એકટની કલમ-૩૬ની પરવાનગી ન હોય તો આવા દસ્તાવેજો નોંધવા નહીં, જેથી અમુક ટ્રસ્ટીઓ ટ્રસ્ટની પ્રોપર્ટી સાથે ચેડાં કરતાં હતા તે બંધ થઇ ગયા છે. જેના હિસાબે સમાજની પ્રોપર્ટી રફે-દફે થતા અટકી ગયેલી છે.