Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અયોધ્યમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેર ઠેર ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી ઉજવણી થઇ રહી છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં અયોધ્યમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની ખુશીમાં લાડુ વિતરણ કરી ઉજવણી કરી છે.

વાહન ચાલકો અને રાહેદારીઓને લાડુ ખવડાવ્યા

લોકોને રસ્તામાં રોકીને લાડુ ખવડાવ્યા છે. તેમજ વાહન ચાલકો અને રાહેદારીઓને પોતાના હાથે લાડુ ખવડાવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં રામ મહોત્સવ ઉજવાયો છે. જેમાં જય શ્રી રામના નારાથી નગરદેવીનું મંદિર ગુંજયું છે. ભદ્રકાળી મંદિરને નગરજનોએ અવધનગરી બનાવી દીધું છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આરતીમાં હાજર રહ્યાં છે. તથા એએમસીના સતાધીશો મહા આરતીમાં હાજરી આપી ગર્વ અનુભવી રહ્યાં છે.

શહેરમાં સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, રામરક્ષા સ્તોત્રના પાઠ શરૂસુંદરકાંડના પાઠ 

શહેરમાં સોસાયટી, બંગલાઓમાં વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ થઇ રહ્યાં છે. ત્યારે સમગ્ર અમદાવાદમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહ્યો છે અને સમગ્ર શહેર રામમય બની ગયું છે. ત્યારે બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદીના કારણે વેપારીઓને તડાકો પડયો છે. મહોત્સવમાં બાળકો હોય કે મોટા સૌ કોઈ રામમય બનીને આ ઉત્સવ ઉજવી રહ્યાં છે. ત્યારે શહેરની સોસાયટીઓ, ઘરો, ઓફ્સિોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે. શહેરમાં ફરી દિવાળી આવી હોય તેવો માહોલ બન્યો છે. સોસાયટીઓ, પોળ વિસ્તારમાં લોકો ભેગા થઈને તોરણ અને પ્રસાદી બનાવી રહ્યા છે. લોકોએ પોતાના વાહનોમાં શ્રી રામ, હનુમાનની ધજા અને કેસરી ઝંડા લગાવ્યા છે. જય શ્રી રામ, હનુમાનની ધજા અને કેસરી ઝંડા લગાવ્યા છે અને જય શ્રી રામના સતત નારા સંભળાઈ રહ્યા છે.                     

લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું TV પર પ્રસારણ નિહાળી રહ્યાં છે

બપોર સુધી રજાનો માહોલ હોવાના કારણે લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું TV પર પ્રસારણ નિહાળી રહ્યાં છે. ત્યારે સોસાયટી, ફ્લેટ, ટેનામેન્ટ, બંગલા, મહોલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવવા આયોજન શરૂ થયા છે. બપોરે પ્રતિષ્ઠા વખતે આરતી, પૂજા, અર્ચના કરવામાં આવી છે. 

આ પણ વાંચો:  મ્યુનિ.તંત્રને ફલાવરશો ફળ્યો , અમદાવાદ ફલાવરશોની 21 દિવસમાં 8 કરોડની વિક્રમી આવક