Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાલમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં વલસાડના પારનેરા ગામમાં હાર્ટ એટેકથી એક વિદ્યાર્થીનું મોત થયુ છે. વહેલી સવારે ધોરણ 10ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી છેલ્લા 3 દિવસથી બીમાર હતો.

વહેલી સવારે આયુસને હાર્ટએટેક આવ્યો

વલસાડના પારનેરા ગામના ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ નપજ્યું છે. આયુસને વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. 15 વર્ષીય આયુષને માતાને રોજ પગમાં દુઃખાવો હોવાની ફરિયાદ કરતો હતો. ત્રણ દિવસથી બીમાર આયુસને સવારે હાર્ટ એટેક આવ્યો હતો. 15 વર્ષીય આયુસનું હાર્ટ એટેક થી નિધન થતા પરિવાર અને પારનેરા ગામમાં ગમગીની છવાઈ છે.

ખરાબ ખાનપાન અને જીવનશૈલીને કારણે હાર્ટ એટેકની સમસ્યા

ખરાબ ખાનપાન અને જીવનશૈલીને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ત્યારે હાર્ટ એટેક એટલે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક જ છે. જે છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને બાદ તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી અને ઘણી વખત એવું પણ બને છે કે હાર્ટ એટેક સમજ્યા વગર આવી જાય છે.

પુરુષો કરતાં મહિલાઓમાં આ લક્ષણ હાર્ટ એટેકની પહેલા વધારે અનુભવાય

ઈનડાઈઝેશન, ઉલ્ટી, છાતીમાં બળતરા- ઘણી વાર અમુક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઉલ્ટી, ઈનડાઈઝેશન, છાતીમાં બળતરા, પેટમાં દુખાવા જેવી સમસ્યા શરુ થઈ જાય છે. જો કે, જરુરી નથી કે, આ સમસ્યા આપને અનુભવ થાય તો જ હ્દયની બીમારી હોય અથવા તો આપને હાર્ટ એટેક આવવાનો હોય પણ વારંવાર આ લક્ષણો જોવા મળે તો, ડોક્ટરથી જરુરથી મળવું જોઈએ. પુરુષોની તુલનામાં મહિલાઓમાં તો આ લક્ષણ હાર્ટ એટેક પહેલા વધારે અનુભવાય છે.

આ પણ વાંચો : સિવિલમાં એક વર્ષમાં 5.85 લાખ દર્દીઓએ સારવાર લીધી