Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફરિયાદના આક્ષેપો અને કાર્યવાહી બદઇરાદાપૂર્વકના હોય તો આ પ્રકારની એફઆરઆઈ ચલાવી ન લેવાય – હાઈકોર્ટ

ગોધરા સિટી કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને સભ્ય સામે જાતીય સતામણીના કેસનો મામલો

હાઈકોર્ટે અરજદારો સામેની ફરિયાદ રદ કરી

ફરિયાદીનો આક્ષેપ હતો કે બેંકના એમડી અને સભ્યે તેની જાતીય સતામણી કરી

ગોધરા સિટી કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને સભ્ય વિરૂદ્ધ નોંધાયેલી જાતીય સતામણી અને અઘટિત માગ મુદ્દે નોંધાયેલી પોલીસ ફરિયાદને હાઈકોર્ટે રદ કરી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, જો ફરિયાદના આક્ષેપો અને કાર્યવાહી બદઇરાદાપૂર્વક એટલે કે, દુર્ભાવનાપૂર્ણ કરાયેલા હોય અને અંગત હિસાબની પતાવટ માટે આવી કાર્યવાહી કરવામાં આવી હોય તો આ પ્રકારની એફઆઇઆર ચલાવી લેવાય નહી. આવી એફઆઇઆરને ટ્રાયલ સ્વરૃપ આપવાની જરૃરિયાત રહેતી નથી. મહત્વનુ છે કે, પોલીસે અરજદાર સામે આઇપીસીની કલમ-૩૫૪(એ)(૩), ૫૦૪ અને ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધી હતી.

હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, આ કેસના પરિમાણો પરથી સ્પષ્ટ થાય છે કે, એફઆઇઆરમાં કરવામાં આવેલા આક્ષેપો ખૂબ જ વાહિયાત અને સ્વાભાવિક રીતે અસંભવિત છે. ફરિયાદમાં કલમ-૩૫૪(એ)(૧)(૩)હેઠળના ગુનાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એફઆઇઆરના આક્ષેપોને જોતાં તે આઇપીસીની કલમ-૩૫૪(એ)(૧)(૩)ના ઘટકોને સંતોષતા નથી. એફઆઇઆરમાં માત્ર એટલું જ કહેવાયું છે કે, જયારે ફરિયાદી તેના લોન આપવાનો લાભ લંબાવતી અરજી આપવા બેંકની ઓફિસે ગયા ત્યારે તેની સાથે જોરથી નિંદાત્મક ભાષામાં વ્યવહાર થયો. આ સિવાય એફઆઇઆરમાં બીજા કોઇ આક્ષેપો નથી. એફઆઇઆરના આક્ષેપો પણ આઇપીસીની કલમ-૩૫૪(એ)(૧)(૩) મુજબનો ગુનો બન્યાનું સ્પષ્ટ કરતા નથી. અધિક સરકારી વકીલ પણ આ ગુનાને સ્પષ્ટ કરતાં સમર્થનને સમજાવી શકે તેવી સ્થિતિમાં નથી. એફઆઇઆર પરથી એટલું સમજી શકાય છે કે, સહકારી બેંકના મેનેજીંગ ડિરેકટરે ફરિયાદીએ આપેલી લોન માટેની અરજી સ્વીકારેી નહી તેટલા કારણથી ફરિયાદ નોંધાવી છે.

આ કેસમાં ગોધરા સિટી કો-ઓપરેટીવ બેંકના મેનેજીંગ ડિરેકટરે અને જનરલ મેનેજરે તેની સામે થયેલી ફરિયાદને રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરેલી, સુનાવણી સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે, ફરિયાદી મહિલા બેંકમાં સભ્ય હતી અને તેના પતિ પણ બેંકમાં ડેઇલી સેવીંગ સ્કીમ માટે ભૂતકાળમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. જો કે, ગેરરીતિના લીદે તેમને  એજન્ટ તરીકે હટાવાયેલા. ભૂતકાળમાં બેંકમાંથી લીધેલી તેમણે લીધેલી લોન ભરપાઇ નહી કરતાં તેને ડિફોલ્ટર પણ જાહેર કરાયેલ. આ દરમિયાન, ૨૯-૯-૨૦૧૫ના રોજ તેણી બેંકની એન્યુઅલ જનરલ મીટીંગમાં સીધા આવ્યા હતા અને પોતાની સંબંધિત અરજી સ્વીકારવા માગ કરેલી, જો કેબેંકના એમડીએ તે અરજી સ્વીકારી ન હતી. જેથી, અદાવત રાખીને ફરિયાદીએ અરજદારો સામે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને તેમાં નિર્ણિત પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, આ કેસની FIR ટકવાપાત્ર નથી.

આ પણ વાંચો : વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન આપવાનો કેસ, પ્રદીપ શર્માએહાઈકોર્ટમાં અરજી કરી