Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે પોતાનો મોબાઇલ સહિતનો મુદ્દામાલ પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજે એવી ટકોર કરેલી કે, જેલમાં વળી આરોપીને મોબાઇલની શું જરૂર? તેની પાસે બીજો મોબાઇલ નથી. કોર્ટનું વલણ પારખી આરોપી પ્રજ્ઞેશ પટેલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

બીજીબાજુ, કોર્ટે આ કેસમાં જે આઠ સાહેદોના કલમ-164 હેઠળના નિવેદનો છે તેની નકલ આરોપી પ્રજ્ઞેશ પટેલને પૂરા પાડવા માટે પણ આદેશ કર્યો હતો. હાલ આ કેસ ચાર્જફ્રેમના તબક્કે છે ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પોલીસે તેનો મોબાઇલ જપ્ત કરેલો હોઇ તે પરત મેળવવા અરજી કરી હતી.