Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કિરણને અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો

કિરણ પટેલ પર અનેક લોકો સાથે કરોડોની ઠગાઈ કરવાના કેસ થયેલા છે

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ દ્વારા મોરબીના વેપારીને જીપીસીબીનુ લાયસન્સ અપાવવાના બહાને તેની પાસેથી રૂ. 42 લાખની ઠગાઈના કેસમાં કિરણ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ, પોલીસે તેને અમદાવાદ ગ્રામ્ય (જિલ્લા) કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જ્યાં પોલીસે તેના વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

કેસની વિગત જોઈએ તો, વર્ષ 2017માં મોરબીના વેપારી ભરતભાઈને કેમિકલ ફેક્ટરી માટે જીપીસીબીનું લાઇસન્સ કઢાવી આપવાના બહાને કિરણ પટેલે રૂ. 42 લાખ ચાઉ કરી લીધેલા. આ પછી, બંને વચ્ચે આ કેસમાં સમાધાન થયેલુ અને કિરણે વેપારીને અમુક રકમ પરત આપેલી અને બાકીની રકમ પેટે નારોલમાં રહેલી જમીન વેપારીને આપવાની વાત કરેલી. જો કે, કિરણ પટેલે આ જમીન અન્યને બારોબાર વેચી દીધી હતી.  જેથી આ મામલે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં અગાઉ કિરણ પટેલની પત્ની માલિની પટેલને કોર્ટ જામીન આપી ચૂકી છે, પરંતુ કિરણ પટેલની આ કેસમાં ધરપકડ બાકી હતી. જેથી પોલીસે આરોપી કિરણ પટેલની ધરપકડ માટે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યુ હતુ. ત્યારબાદ પોલીસે શ્રીનગર જઈને કિરણ પેટલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરેલી છે અને આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં વધુ તપાસ માટે કિરણ પટેલના આવતીકાલે પોલીસ રિમાન્ડ માગવામાં આવે તેવી શકયતા છે.

અમદાવાદ પોલીસે કિરણ પટેલની શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને ગયા સપ્તાહે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં, કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.