Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સેશન્સ કોર્ટે સરકાર અને તપાસ એજન્સીને નોટિસ પાઠવી

ભૂતકાળમાં આ કેસમાં સેશન્સ કોર્ટે તિસ્તા અને આર.બી.શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવેલી

અમદાવાદ: ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફનોના કેસમાં ખોટા દસ્તાવેજો અને સોગંદનામા કરીને ખોટી કાનૂની પ્રક્રિયાઓ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના અધિકારો અને નેતાઓને ફસાવવા તેમજ ગુજરાતને બદનામ કરવાના કેસમાં ભૂતપૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ અરજી (બિનતહોમત છોડવાની અરજી) કરી છે. સુનાવણી બાદ કોર્ટે, રાજય સરકાર અને તપાસ એજન્સીને નોટિસ પાઠવી છે. કેસની વધુ સુનાવણી ઓગસ્ટ માસમાં હાથ ધરાશે.

સંજીવ ભટ્ટના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં તે નિર્દોષ છે. ચાર્જશીટમાં તેમની સામે જે આરોપ ઘડાયેલા છે, તે પ્રકારનો કોઈ ગુનો આચરેલો નથી. આખા કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી.

ભૂતકાળમાં આ જ કેસમાં આર.બી.શ્રીકુમાર અને તિસ્તા શેતલવાડે કરેલી ડિસ્ચાર્જ અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે ચાર્જશીટ દાખલ થયેલુ છે. ચાર્જશીટમાં ગંભીર આરોપ લગાવાયા છે કે, આરોપી તિસ્તા અને શ્રીકુમાર તોફાનોના કેસોમાં સાક્ષીઓને ચોક્કસ પ્રકારના નિવેદન આપવાનું શીખવાડ્યુ હતુ. તેમણે ખોટા સોગંદનામા ઉભા કરી નિર્દોષોને મૃત્યુદંડની સજા થાય તે અંગેનું કાવતરું રચ્યું હતું.