Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તિસ્તા સામે આ કેસમાં ચાર્જફ્રેમ કરવા માટે પુરતા પુરાવા - સરકાર

તિસ્તા સહિતના આરોપીઓએ તત્કાલીન મુખ્યપ્રધાન સહિતના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનુ કાવતરૂ રચ્યુ

Ahmedabad: ગોધરાકાંડ બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસોમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના પ્રથમ હરોળના નેતાઓને સંડોવવા અને તેમની વિરૂધ્ધ ખોટા કેસો અને પુરાવા ઉભા કરવાના કેસમાં તિસ્તા સેતલવાડે કરેલી ડિસ્ચાર્જ અરજી (આરોપમાંથી મુક્ત કરવાની અરજી) કોર્ટે ફગાવી દીધી છે. સરકારની રજૂઆત હતી કે, આ કેસમાં તિસ્તા શેતલવાડની સંડોવણી છે અને તેણીની વિરૂધ્ધ મજબૂત અને નક્કર પુરાવા રેકર્ડ પર ઉપલબ્ધ છે, તેની સામે ચાર્જફ્રેમ માટેના પૂરતા પુરાવા છે અને તેથી તેણીની અરજીને ફગાવી દો.

રાજ્ય સરકારની એ પણ રજૂઆત હતી કે, વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના નેતાઓને ફસાવવા માટે તેમની વિરૃધ્ધ ખોટા કેસો અને પુરાવા ઉભા કરવાનું કાવતરુ તિસ્તા સેતલવાડે રચેલુ. જેના ભાગ રૂપે તેણીએ કોંગ્રેસના સ્વ. નેતા એહમદ પટેલ સાથે મીટીંગો યોજી હતી.આ બેઠક બાદ આ કાવતરાને પાર પાડવા માટે તિસ્તાને રૂ. 30 લાખની રકમ મળી હતી. ફરિયાદ પક્ષના સાહેદોના નિવેદનોમાં આ મહત્ત્વનો પુરાવો સ્પષ્ટ થયો છે. તિસ્તા સહિતના આરોપીઓએ પોતાના બદઇરાદાઓ પાર પાડવા અને આર્થિક, રાજકીય તેમ જ અન્ય લાભો ખાટવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ કરીને મોટુ કાવતરુ રચ્યું હતુ. આ કેસમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર જ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપીઓએ ઝાકીયા જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેને સાચા દસ્તાવેજ તરીકે ગણાવીને અલગ અલગ કમીશનમાં રજૂ કર્યા હતા અને રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન સહિત નિર્દોષ વ્યકિતઓને ખોટી રીતે સંડોવીને તેમની સામે પ્રોસિડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રાખીને ગુજરાતને બદનામ કરવાનું ગુનાહિત કૃત્ય આચરેલુ. આરોપીઓએ વિરોધી પાર્ટી તરફથી ગેરકાયદે નાણાં અને અન્યા લાભો મેળવવાના બદઇરાદાથી આ કાવતરુ રચેલુ.