Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર નજીક કાર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. રાંધેજા નજીક મોડી રાત્રે અકસ્માત થયો હતો. રાત્રે મુવી જોઇને પરત ફરતી વખતે વૃક્ષ સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. તેમાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલાના નામની યાદી આવી સામે

અકસ્માતમાં મૃત્યુ પામેલાના નામની યાદી સામે આવી છે. જેમાં મહોમ્મદ અલ્ફાઝ ઉર્ફે સુજલ સાબીરભાઈ બેલીમ, સલમાન કાસમ ચૌહાણ, અસ્પાક શબ્બીરભાઈ ચૌહાણ, મહોમ્મદ સાજેબ સલીમભાઈ બેલીમ અને સાહિલ નસીરુદ્દીન ચૌહાણનો સમાવેશ થાય છે.

પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

રાંધેજા પેથાપર હાઈવ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. કાર વૃક્ષ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં છ લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના સાબરમતી નદીમાંથી મળી આવ્યા ચાર મૃતદેહ