Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બ્રાઝિલના રહેવાસી રોડોલ્ફો સેન્ટોસ વ્યવસાયે એક ડૉક્ટર હતા. તેને બોડી બિલ્ડીંગનો ખૂબ જ શોખ હતો. અહેવાલ અનુસાર, સેન્ટોસને લીવરમાં લોહી વહેવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો જેને કારણે તેમનું મૃત્યુ થયું છે.

વ્યવસાયે ડૉક્ટર હતા અને શોખથી બોડી બિલ્ડર એવા બ્રાઝીલના 33 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું. જે લોકોએ બ્રાઝિલના રોડોલ્ફો દુઆર્ટે સેન્ટોસને જોયો છે તેઓએ વિચાર્યું ન હતું કે તે 33 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામશે. અહેવાલ મુજબ રોડોલ્ફોનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું.

તેને લીવરમાં ગાંઠ હતી, કાર્ડિયાક અરેસ્ટથી તેનું મોત થયું.
બ્રાઝિલના રહેવાસી એવા રોડોલ્ફો સેન્ટોસ વ્યવસાયે એક ડૉક્ટર હતા. તેને બોડી બિલ્ડીંગનો ખૂબ જ શોખ હતો. અહેવાલ પ્રમાણે, ડૉક્ટર સેન્ટોસની તબિયત અચાનક બગડી હતી. ત્યારે તેમને સાઓ પાઉલોની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મૃત્યુ સામે જીવનની લડાઈ લડતા તેમનું અવસાન થયું. તેમના મેડિકલ રિપોર્ટ પ્રમાણે, ડોક્ટર સેન્ટોસના લિવરમાં એક ગાંઠ હતી. આને લીવર એડેનોમા કહેવામાં આવે છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે,  સેન્ટોસને લીવરમાં બ્લડ વહેવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જેણે તેનો જીવ લીધો હતો.

જો કે તેનો અર્થ એ પણ છે કે કે સેન્ટોસના નિધનને તેના ફિટનેસ પ્રત્યેના જુસ્સા સાથે કોઈ લેવાદેવા નથી. તે કોઈ સ્ટીરોઈડ કે ઓવરડોઝથી મૃત્યુ નથી પામ્યો. તે એક અન્ય સ્થિતિથી પીડાતો હતો. અદ્ભુત ફિટનેસ ધરાવનાર ડોક્ટર સેન્ટોસ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફિટનેસ, ફેશન અને ટ્રાવેલિંગ સંબંધિત વીડિયો પોસ્ટ કરતા હતા. લોકોને ફિટ રહેવા માટે અલગ અલગ ટિપ્સ આપતા હતા. ઈન્સ્ટાગ્રામ પર તેમના 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહેવાલ અનુસાર, સેન્ટોસની થોડા મહિના પહેલા જ સગાઈ થઈ હતી.

તેમના આકસ્મિક મૃત્યુના સમાચાર પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયા છે. ઘણા ચાહકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કેટલાક યુઝર્સે એવો દાવો કર્યો હતો કે તેમનું મૃત્યુ એનાબોલિક સ્ટેરોઇડ્સ લેવાથી થયું હતું. પરંતુ ક્લિનિક અને એથ્લેટના પરિવારે આ દાવાઓને ગેરમાર્ગે દોરતા ગણાવી તેને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા.

આ વર્ષે, અન્ય બ્રાઝિલિયન ફિટનેસ ઇન્ફ્લુએન્સર લારિસા બોર્જેસના આકસ્મિક મૃત્યુથી પણ લોકોને આઘાત લાગ્યો હતો. તે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને લોકોને ફિટનેસ મંત્ર આપતી હતી. ઓગસ્ટ 2023માં, 33 વર્ષની ઉંમરે જ હાર્ટ એટેક આવવાથી લારિસાનું અવસાન થયું. રિપોર્ટ મુજબ, તે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહી હતી. આ દરમિયાન તે કોમામાં ગઈ હતી. લારિસાનું મૃત્યુ ડબલ કાર્ડિયાક એટેકના કારણે થયું હતું.

આ પણ વાંચો : ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય રોગ અંગે ભારત સરકારનું શું વલણ છે? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું મોટું નિવેદન