Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભાવનગર શહેરમાં એક સમયે ધમધમતો પ્લાસ્ટિક ઉદ્યોગ હાલ મંદીના માહોલમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યો છે. જ્યારે હાથથી વણીને દોરડા બનાવવામાં આવતા હતા તે સમયગાળાથી આ ઉદ્યોગ ભાવનગરમાં છે અને ભાવનગરનો સૌથી જૂનો ઉદ્યોગ છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાંથી 20 થી 25 હજાર લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મેળવે છે. વર્ષ 1968માં શરૂ થયેલો પ્લાસ્ટિક ઉદ્યોગે ભાવનગરને દેશભરમાં ઓળખ આપી હતું. પરંતુ કાળક્રમે આ ઉદ્યોગ મંદીના ભરડામાં ફસાયો છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. છેલ્લા 50 વર્ષમાં ના જોઈ હોય તેવી મંદીનો માહોલ હાલ આ ઉદ્યોગમાં છવાયેલો છે. વર્ષોથી સ્થાપિત પોતાનો ધંધો શરૂ રહે અને બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તથા કામદારોને રોજી રોટી મળી રહે તે માટે માલિકો આ બિઝનેસ ચલાવી રહ્યા છે.

ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ 50 થી 60 વર્ષ જૂનો છે. કુંભારવાડા વિસ્તારમાં એક સમયે ધમધમતા પ્લાસ્ટિકના કારખાનાઓમાંથી મોટાભાગના લોકો રોજગારી મેળવતા હતા. વર્ષ 1968થી શરૂ થયેલા પ્લાસ્ટિક ઉદ્યોગ ભાવનગરનો સૌથી જૂનો ઉદ્યોગ છે. જ્યારે હાથથી વણીને દોરડા બનાવવામાં આવતા હતા ત્યારથી પ્લાસ્ટિકના ઉદ્યોગમાં ભાવનગરનું નામ મોખરે હતું. પરંતુ કાળક્રમે આ ઉદ્યોગ મંદિરેના ભરડામાં ફસાઈ ગયો છે છેલ્લા 50 વર્ષમાં ના જોઈ હોય તેવી મંદીનો માહોલ હાલ આ ઉદ્યોગ સહન કરી રહ્યું છે. વર્ષોથી સ્થાપિત પોતાનો ધંધો શરૂ રહે અને બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ઉદ્યોગ સંઘર્ષ કરી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં ભાવનગરમાં આશરે 250 થી 300 જેટલા પ્લાસ્ટિક યાર્ન બનાવવાના કારખાના છે તેમજ કાપડ, પાટી અને દોરી બનાવતા 400 થી 500 યુનિટ છે. આ ઉદ્યોગ 20 થી 25 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ભાવનગરમાં ઉત્પાદિત થતો માલ દેશભરમાં જાય છે અને એક્સપોર્ટ થાય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ ઉદ્યોગ મંદીનો અનુભવ કરી રહ્યું છે. જે યુનિટ શરૂ છે તે બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમે છે. વેપારીઓ 40  થી 50 % જ ઉત્પાદન લઈ રહ્યા છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાલની સ્થિતિ કાચા માલની ઉપલબ્ધતા, મજૂરોની ઉપલબ્ધતા બધું જ છે પરંતુ ઘરાકી (ગ્રાહક) ઓછી હોવાના કારણે વેપાર પર માઠી અસર પડી રહી છે. એક સમયે કુંભારવાડા, ચિત્રા જીઆઈડીસી અને જુનાબંદર રોડ વિસ્તારમાં ધમધમતો ભાવનગરનો આ ઉદ્યોગ અસ્તના થઈ જાય તે માટે વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે ભાવનગરના અત્યારે સુધીના વિકાસના પાયામાં આ ઉદ્યોગ મોખરે રહ્યો છે અને ભવિષ્યમાં પણ ભાવનગરના વિકાસમાં આ ઉદ્યોગ મહત્વનો બની રહેશે.

પ્લાસ્ટિક ઉદ્યોગમાં સખત મંદીમાંથી પસાર થઈ રહ્યું છે

ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ ભુપતભાઈ વ્યાસે જણાવ્યું કે ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ હાલમાં સખત મંદીનો સામનો કરી રહ્યું છે. જે કંઈ થોડું ઘણું વેચાણ થાય છે તેમાં ઉઘરાણીના પૈસા પરત નથી આવતા સહિત કેટલાક કારણો છે. હાલ કોઈ રીતે વેપારી ધંધો શરૂ રાખી રહ્યા છે જેનાથી કામદારની રોજીરોટી શરૂ રહે છે.

ભાવનગરમાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ

* મોનોફ્રીલામેન્ટ યાર્ન

* દોરી-દોરડાં

* ટ્વાન

* ફિશિંગ ટ્વાઈન અને નેટ

* કાપડ

* પાટી

પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીના કારણો

- ઘરાકીનો (ગ્રાહક) અભાવ રહેતો હોવાથી વેપારને તેજી મળતી નથી.

- ઉધારીનું ધોરણ રહેવાથી માલ સપ્લાય થયા બાદ ઉઘરાણીના પૈસા પરત આવતા નથી. વેપારીને પૈસા જવાનું જોખમ રહે છે અને ઘણા વેપારીએ આ રીતે નુકસાન વેઠયું છે.

- રશિયા યુક્રેન યુદ્ધના કારણે ફિશિંગ એક્સપોર્ટ ઘટયું હોવાથી માછીમારીની જાળીની ડિમાન્ડ ઘટતા જેની નોંધપાત્ર અસર વેપારમાં થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી બે દિવસ ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન