Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભાવનગર મનપાએ આજે મંગળવારે 25થી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યા હતાં. શહેરના પાનવાડી, રૂપાણી સર્કલ, સરદારનગર, નવાપરા સહિતના વિસ્તારમાંથી લારી-ગલ્લાના દબાણ દુર કર્યા હતા અને કેબિન સહિતનો સામાન જપ્ત કર્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ ગાડીને લોક કરી દંડ વસુલ્યો હતો. માત્ર નાના દબાણ મનપા દ્વારા દુર કરવાની કામગીરી યથાવત છે તેથી નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

મહાપાલિકાના એસ્ટેટ વિભાગની સુચના અનુસાર આજે મંગળવારે દબાણ હટાવ સેલની ટીમે 25થી વધુ ગેરકાયદે દબાણ દુર કરી કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં વડવા (અ), બહુચરમાના મંદિરથી પાનવાડી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રૂટ પરથી અસ્થાયી પ્રકારના દબાણ દુર કર્યા હતા તેમજ 06 લારી, 05 કાઉન્ટર, 01 લોખંડનો પલંગ તથા અન્ય સમાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 01 વાહનને લોક મારી રૂ.1000 નો દંડ વસુલ કર્યો છે. રૂપાણી સર્કલ, થીઓ સોફીકલ સોસાયટીની દિવાલ પાસેથી 02 કેબિન જપ્ત કરી હતી. 

સરદારનગર, ગુરૂકુળ પાસેથી અસ્થાયી પ્રકારના દબાણ દુર કર્યા હતા તેમજ 01 કાઉન્ટર, 01 ટેબલ, 04 પ્લાસ્ટિકનાં ટેબલ અને વગર મંજુરીએ લગાડેલ 01 બોર્ડ જપ્ત કર્યુ હતું. રાજકોટ રોડ પરથી અસ્થાયી પ્રકારના દબાણ દુર કર્યા હતા તેમજ 02 કેરેટ અને 01 લારી વગેરે સામાન કર્યો હતો. નવાપરામાંથી અસ્થાયી પ્રકારના દબાણ દુર કર્યા હતા અને 01 કેબિન જપ્ત કરી હતી તેમજ 02 શેડ દુર કર્યા હતાં. નાના દબાણ સાથે મોટા દબાણ પણ હટાવવા માંગ ઉઠી રહી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ડિફેન્સની જમીન પર 29 % દબાણ વધ્યું