Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં આવેલ બેહરામપુરા શાળા નંબર 5 છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં જોવા મળી છે. આ શાળા હાલ જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને અહીં અભ્યાસ કરાવવામાં આવતો નથી. જો કે હાલ શાળાની તમામ દીવાલો ભયજનક અને જર્જરિત થઈ ગઈ છે. પરંતુ હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ શાળાના સમારકામ માટે બજેટ ફળવવામાં આવ્યું નથી.

અમદાવાદ શહેરમાં આવેલ બેહરામપુરા શાળા નંબર 5 છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. આ શાળામાં ધોરણ 1થી 8ના બાળકો અભ્યાસ કરે છે. આ શાળા છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને શાળાની અંદર પોપડા પણ પડી રહ્યા છે. આ શાળામાં બાળકો માટે સૌચાલય અને પીવાના પાણીની પણ કોઈ સુવિધા આપવામાં આવતી ન હતી. જો કે મહત્વની વાત તો એ છે કે જયારે વિધાનસભા ઇલેકશન આવ્યું હતું તે સમયે આ શાળાને ઉપર ઉપરથી પ્લાસ્ટર કરી દેવામાં આવી હતી. આ શાળામાં દર રથયાત્રાના દિવસે પોલીસને આરામ માટે ફાળવવામાં આવતી હોય છે પરંતુ શાળામાં કોઈ સુવિધા ન હોવાથી છેલ્લા બે વર્ષથી રથયાત્રામાં પોલીસને અહીંયા ઉતારવામાં આવતી નથી.

જોકે આ શાળાથી માત્ર 50 મીટરના અંતરમાં જ એક મોટી કચરા પેટી આવેલી છે. અહીંયા જમાલપુર અને આસપાસના તમામ વિસ્તારનો તમામ કચરો નાખવામાં આવતો હોય છે. જે બાળકોના સ્વાસ્થ્ય સાથે સાફ ચેડા થઈ રહ્યા હોય તે નકારી શકાય તેમ નથી.

આ અંગે NGN ન્યુઝ દ્વારા તપાસ  કરવામાં આવતા સ્કૂલની તમામ દીવાલોમાંથી પોપડા પડી રહ્યા છે અને શાળાની એકદમ ખરાબ હાલત થઈ રહી છે. જોકે શાળાની બહાર ભયજનકનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. આ અંગે NGN દ્વારા શાળાના પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાથી હાલ તે આરામમાં છે જેથી તેઓએ વધુ માહિતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન શાળાના સુપ્રીટેન્ડન્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. જેથી વિપુલ ચૌધરીને ફોન કરતા તેઓએ અંદર રિપોર્ટિંગ કરવા માટે ના પાડી દીધી હતી અને આ અંગે કોઈ પણ ખુલાસો કરવા માટે તૈયાર ન હતા.