Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન રહેજો. જેમાં અતુલ બેકરીના પફમાંથી એક લોખંડનો સ્ક્રુ નીકળ્યો છે. તેમાં પફમાંથી લોખંડના સ્ક્રુના ફોટા વાયરલ થઇ રહ્યાં છે. બિલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ રહ્યો છે.

મોરબીમાં પફમાં સ્ક્રુ નીકળવાના ફોટા થયા વાયરલ

મોરબીમાં પફમાં સ્ક્રુ નીકળવાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં ફોટામાં મોરબીની અતુલ બેકરીના પફમાં એક લોખંડનો સ્ક્રુ હોવાનો આરોપ છે. સોશિયલ મીડિયામાં બિલ સાથેના વાયરલ થયેલા ફોટા તથા બનાવ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. તાજેતરમાં અમદાવાદની બ્રાન્ડેડ કંપનીના પિત્ઝામાં જીવાત નીકળી હતી. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી. તથા એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં અને જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.

લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં ગંદકી મળી આવતા સીલ કરવામાં આવ્યું

જોકે ગ્રાહકે પછી અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી અને ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવી હતું.

આ પણ વાંચો:  PMJAY યોજના અંતર્ગત મ્યુનિ.હોસ્પિટલમાં 17 મહિનામાં 19 હજારથી વધુ કલેઈમ કરાયા