Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બરોડા બાર એસોસિએશનની ચુંટણી સામેની અરજી હાઈકોર્ટે ફગાવી

બીબીએની ચુંટણીમાં ગેરરિતી આચરાઈ - અરજદાર

બરોડા બાર એસોસિએશન ( બીબીએ)ની ચુંટણીને ગેરકાયદેસર ઠેરવવાની માગ સાથે થયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે અરજદારે બરોડા બાર એસોસિએશનની ચુંટણીને પડકારી છેપરંતુ તે અનરજીસ્ટર્ડ એસોસિએશન છે અને તેમની સામે થયેલી અરજી ટકી  શકે. ભૂતકાળમાં પણ હાઈકોર્ટે  વાત કહેલી છે.  કેસમાં બીબીએ  પક્ષકાર નથી અને રજીસ્ટર્ડ એસોસિએશન પણ નથી. બંધારણની કલમ-12 હેઠળ સ્ટેટની વ્યાખ્યામાં બીબીએ ( બરોડા બાર એસોસિએશન)નો સમાવેશ થતો નથી. હાઈકોર્ટે  આદેશ સાથે બીબીએની ચુંટણી અને તેના પ્રમુખ પદના પરિણામને બહાલી આપી છે.

 અરજીનો વિરોધ કરતા બીબીએના ચુંટાયેલા પ્રમુખ અને બીસીજી ( બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)ના ચેરમેનની રજૂઆત હતી કે  અરજીમાં અરજદારે બીબીએને પક્ષકાર તરીકે જોડ્યુ નથી સંજોગોમાં તેની સામે કોઈપણ પ્રકારની રાહત કેવી રીતે માગી શકાયઅરજદારે બીબીએની વર્ષ 2022-23માં યોજાયેલી ચુંટણીને રદ કરવાની માગ કરેલી છેપરંતુ તેણે  ચુંટણીમાં ચુંટાયેલા અન્ય સભ્યોને પણ પક્ષકાર બનાવ્યા નથી અને માત્ર બીબીએના ચુંટાયેલા પ્રમુખને  પક્ષકાર બનાવ્યા છે. બીબીએ અનરજીસ્ટર્ડ એસોસિએશન છે સંજોગોમાં બંધારણે આપેલી સત્તાનો ઉપયોગ કરીને કોઈ ખાનગી વ્યક્તિને બીબીએની ન્યાયિક સમીક્ષા માટેનો કોઈ હક રહેતો નથી. કાયદા મુજબ બીબીએ  સ્ટેટની વ્યાખ્યામાં આવતુ નથી અને તે વૈધાનિક મંડળ નથીજેથી તે રાજ્યના તાબા કે નિરીક્ષણ હેઠળ આવતુ નથી. બીબીએ ખાનગી પક્ષકાર છે અને જેથી તેની સામેની  અરજી ટકી  શકે.  

સુનાવણી દરમિયાનઅરજદારના વકીલની રજૂઆત હતી કે ૧૬-૧૨-૨૦૨૨ના રોજ બીબીએની ચુંટણી યોજાયેલી. જેમાંઅરજદાર પણ પ્રમુખપદની ચુંટણીમાં ઉમેદવાર હતા. જેમાંતેમની હાર થયેલીચુંટણી અધિકારીએ  ચુંટણીમાં  જેટલા મતોને લઇ કોઇ ખુલાસો કર્યો નથી. ચુંટણીના દિવસ સુધી મતદારોના નામ ઉમેરવાની પ્રક્રિયા ચાલુ રખાયેલી.  તમામ ગેરરિતીઓને લઈ બીસીજીને પણ રજૂઆત કરાયેલી.

આ પણ વાંચો : મકાન પચાવી પાડવાના ઈરાદે ભાડુઆતે તેમની સામે ખોટી ફરિયાદ નોંધાવી