Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આજ કાલ હાઇપરટેંશન અને બ્લડપ્રેશરની સમસ્યા ઘણી જોવા મળે છે. આજ-કાલ લોકોનું જંકફૂડ ખાવાનું પંઘનું થાય છે તો સાથે અત્યારની રહેણી કરણી પણ હાઇપરટેંશન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અત્યારના સમયમાં દરેક લોકોને કામનું ટેંશન હોય છે તો સાથે બીજા અન્ય પ્રોબ્લેમ્સના કારણે અનેક બીમારીઓના ભોગ બનતા હોય છે અને એક બીમારી શરીરમાં પ્રવેશે ત્યારબાદ બીમારીઓનું ઘર થતા વાર નથી લાગતી. હાઇપરટેંશન એ એવી કન્ડિશન છે કે જેમાં દિલથી શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચાડતી ધમનીઓમાં બ્લડનું પ્રેશર વધી જાય છે. જેમાં કિડની , ફેફશા અને હૃદય પર અસર થાય છે. એક સારી ડાયટ બધી જ બીમારીઓને દૂર રાખે છે. બ્લડપ્રેશર વધવાના કારણે લોકોએ હાઇપરટેંશનનો સામનો કરવો પડે છે. નોર્મલ બ્લડપ્રેશરનું લેવલ 120/80 એમ એમ હેચ જી અથવા તેનાથી ઓછું હોય છે પણ જો તમારું બ્લડપ્રેશર એનાથી વધારે હોય તો તમારે તમારું ડાયટ અને લાઈફસ્ટાઇલ બદલવાની જરૂર છે. બ્લડપ્રેશર અનેક બીમારીઓને નોતરી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે હાઇપરટેંશનને ઓછું કરવા માટે એવા ફળો અને શાકભાજીનું સેવન કરો જેમાં ફાઈબર અને પોટેશિયમની માત્રા વધારે હોય.

હાઇપરટેંશનમાં કેળાનું સેવ વધારે કરવું હિતાવહ છે. કેળાને તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો. કેળાનો મિલ્કશેક કે પછી સ્મૂધીનું પણ સેવન કરી શકો છો. કેળામાં સોડિયમની માત્રા વધારે હોય છે જેન કારણે બ્લડપ્રેશરને મેનેજ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમને જણાવી દઈએ કે તમે જેટલી પોટેશિયમયુક્ત વસ્તુઓ ખાશો તેટલું સોડિયમ તમારા શરીર માંથી નીકળતું રહેશે. કેળાથી હાર્ટડિસીસનો ખતરો ઘટે છે. એક મીડીયમ સાઈઝના કેળામાં 450 ગ્રામ પોટેશિયમ હોય છે. કેટલામાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને એન્ટિઓક્સિડન્ટ આપણી ઇમ્યુનીટી બુસ્ટ કરવામાં ઘણી મદદ કરે છે.