Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુરતમાં બોગસ તબીબના કારણે એક બાળકીનો જીવ ગયો છે. જેમાં બોગસ ડોકટરના કારણે 8 વર્ષની બાળકીનો જીવ ગુમયો છે. માહિતી મુજબ ઇન્જેક્શન અને દવાને કારણે બાળકીનું મોત થયુ છે. જેમાં મં ફોરેન્સિક પીએમમાં બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો છે.

તબીબ ઘરે જ દવાખાનું ચલાવતો હતો

તબીબ ઘરે જ દવાખાનું ચલાવતો હતો. બાળકીને તાવ ખાસી આવતા સારવાર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. તેથી બોગસ તબીબ શ્રી નિવાસ ગુદ્દદેની ધરપકડ કરવામાં આવી છે. શહેરના લિબાયત વિસ્તારમાં બોગસ ડોકટરને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. ફોરેન્સિક પીએમમાં આ ઊંટવૈદનું ભોપાળું ખુલ્યુ છે. આપેલા ઇન્જેક્શન અને દવાને કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં 20મી નવેમ્બરના રોજ આ ઘટના ઘટી હતી. બાળકીને તાવ ખાસી આવતા માતા તબીબ પાસે લઈ ગઈ હતી. જેમાં તબિયતમાં સુધારો ન આવતા 24મી નવેમ્બરના રોજ સિવિલ લઈ જવાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. તેથી પોલીસે બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે ડો. સીનુ લક્ષ્મીનારાયણ ગુદ્દદેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આગળની કાર્યવાહી હાથધરી છે.

રાજ્યમાં દિવસેને દિવસે બોગસ તબીબો વધતા જાય 

રાજ્યમાં દિવસેને દિવસે બોગસ તબીબો વધતા જાય છે અને નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત રમતા આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. અગાઉ બે બોગસ તબીબો સુરતમાં ઝડપાયા હતા અને  S.O.G. પોલીસે કાર્યવાહી કરી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. ઓલપાડના સાયણ વિસ્તારમાંથી બે બોગસ ડોકટર ઝડપાયા હતા. ઝડપાયેલા તબીબો પાસેથી મોટી માત્રામાં દવા અને ઇન્જેક્શનો મળી આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે પહેલા આ જ વિસ્તારમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા હતા. બોગસ તબીબના કારણે લોકોની જિંદગી જોખમમાં મુકાય છે જો કોઈનો જીવ જાય તો જવાબદારી કોની. આ વાતની ગંભીરતાને લઈને રાજ્ય સરકાર આવા ડોક્ટરો સામે કડક પગલા ભરે તેવી લોક માંગ ઉઠી છે.

આ પણ વાંચો:  બોટાદમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ