Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોળાઈ રહ્યો છે. 15 તારીખે તે ત્રાટકવાની સંભાવના છે. જેની અસર અત્યારથી કે પુરા ગુજરાત પર જોવા મળી રહી છે. આમ કહેવાય રહ્યું છે કે તાઉતે વાવાઝોડાની માફક આની પર એટલી જ અસર જોવા મળશે અને એટલાજ પ્રમાણમાં તારાજી સર્જશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચક્રવાતની અસર મુંબઈ સુધી જોવા મળી રહી છે. આ ચક્રવાતની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવવો, અને વરસાદ વરસવાનું શરુ થયું છે. પણ શું થશે આ વાવાઝોડાની અસર?

કેટલું અને ક્યાં-ક્યાં થશે આ વાવાઝોડાથી નુકશાન જાણીશું જ્યોતિષની દ્રષ્ટિએ

આજે આપણે એ જાણીયે કે જ્યોતિષ આ વાવાઝોડા માટે શું કહી રહ્યા છે. જ્યોતિષીના મતે આ વાવાઝોડું ખાસ વિનાશ સર્જે તેની સંભાવના નહિવત છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ જણાવ્યું કે, બિપરજોય વાવાઝોડા અંગે જ્યોતિષય અવલોકન કરીયે તો તા.૧૩ થી૧૫ દરમિયાન ચંદ્ર મીન અને મેષ રાશિમાં ભ્રમણ કરશે. તેમાં પણ ખાસ કરીને તા.૧૫ ના રોજ ચંદ્ર મેષ રાશિમાં ગુરુ અને રાહુ સાથે યુતિ કરે છે અને તા.૧૩ રેવતિ, તા.૧૪ અશ્વિની, તા.૧૫ ભરણી નક્ષત્ર છે અને નક્ષત્ર માલિકની સ્થિતિ પણ શુભ ગ્રહની રાશિમાં છે, શનિ કુંભ રાશિમાં સ્વંગ્રહી છે અને મંગળ કર્ક રાશિમાં શુક્ર સાથે છે સૂર્ય બુધની યુતિ છે, નવમાંશ ગ્રહની સ્થિતિ પણ સાધારણ છે.

ઉપરોક્ત સ્થિતિ જોતા વાવાઝોડાની અસર મોટી કોઈ આર્થિક નુકસાન કે કોઈ જાનહાની જેવું જણાતું નથી, પવન ફૂંકાવો, કયાંક વાદળ છાયું વાતાવરણ તો ક્યાંક સામાન્ય વરસાદ રહે, દરિયા કિનારે થોડી અસર રહે તેમા પણ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળ પાસે દરિયા કિનારે થોડીક અસર રહેપણ મોટી ગંભીર ઘટનાની સંભાવના જેવું જણાતું નથી.  યોગ્ય સૂચના માર્ગદર્શનથી સમસ્યામાં મોટે ભાગે રાહત અપાવશે. એક કહેવત મુજબ " શૂળીનો ધા સોયે સરે " જેવું રહે તેવું અનુમાન લાગી રહ્યુ છે. એટલે એક રાહતના સમાચાર એ કહેવાય કે જ્યોતિષની દ્રષ્ટિએ તો આ વાવાઝોડાના કારણે કી નુકશાન કે તબાહી થશે તેવું લાગતું નથી જે એક સારી બાબત કહેવાય. અને આમ પણ આપણા ગુજરાતમાં ઘણા વાવાઝોડા આવ્યા પણ ગુજરાતને નુકશાન પહોંચાડી શક્યા નથી.

આ પણ વાંચો : વિશ્વ રક્તદાતા દિવસ: ગુજરાતીઓ રક્તદાનમાં સમગ્ર દેશમાં મોખરે