Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

માં મેરી માં મમ્મા

માં એક એવો શબ્દ કે જે બોલવાથી જ મનને શાંતિ મળે છે.. માં શબ્દ જાણે કે અંતર આત્માથી નીકળતો હોય અને તેને ઉચ્ચારીને જ મન-શરીરને શાંતિ મળે છે.. જેમ "માં"ને કોઈ દિવસ ચિલ્ડ્રન્સ ડે મનાવવાની જરૂર નથી પડતી. એના માટે રોજ તેના બાળકોનો જ દિવસ છે એમ આપણે પણ રોજ મધર્સ ડે મનાવવો જોઈએ. મણિ સેવા, મને વ્હાલ, માની  સારસંભાળ રાખવા, માં ને ગિફ્ટ આપવા માટે થોડો કોઈ કોઈ દિવસ થોડો હોય છે. એ તો ગમે ત્યારે કરી શકાય. અને કરવું જ જોઈએ. મધર્સ ડે પર જ નહિ પણ કાયમ માં ને સમય આપો અને સમય થી વધુ કીમતી ગિફ્ટ કોઈ નથી. આજના દિવસે તમે એક પ્રણ જરૂર લેતો કે હું મારી માતા સાથે મારો મોટાભાગનો સમય વીતાવીશ. તેની મનની વાત જાણીશ. કેમ કે એ એવી વ્યક્તિ છે જે બધાના અને એમાં પણ ખાસ કરીને બાળકના મનની વાત જાણી લે છે પણ પોતાના મનની વાત કોઈને નથી કહેતી. અને એટલે જ જો આપણે તેમની સાથે સમય વીતાવીશું તો જ આપણે જાણી શકીશું અને તેનાથી વધુ કિંમતી કોઈ ભેટ-સોગાત તેમના માટે નથી.

આજે મધર્સ ડે છે ત્યારે કેટલાક મહાનુભાવોએ “માં” માટેના તેમના વિચારો શેર કર્યા છે

એ વ્યક્તિ જે તમને ૯ મહિના પેટમાં,૩ વર્ષ છાતી પર અને આખી જિંદગી હૈયામાં રાખે એનું નામ 'મા'.-હિતેન કુમાર

મા, મારી પહેલી મીત્ર..

અને, છેલ્લી પણ...

મારા હોઠોની ગંધ..

એની છાતીમાં અકબંધ..

અને એ ઇશ્વર પાસે ગઇ..

ઇશ્વર સુગંધ સુગંધ..

વિશ્ર્વનો કોઇપણ શબ્દ નાનો લાગે

જ્યારે '' ને કાનો લાગે..

મા ને ગણત્રી નહતી આવડતી..

એક રોટલી માંગો,

એ હંમેશા બે આપતી..

ઇશ્વર ને પણ મા તો હશે જ ને ??

તે આજે મધર્સ ડે ઉજવતો હશે ???

અમારે તો બારે માસ

મધર્સ ડે

બારે માસ

ફાધર્સ ડે...

 

અભિલાષ ઘોડા

તારો સૂકો હાથ મારા માથે ફરે છે ત્યારે વ્હાલની વડલીથી ભીંજાઈને વસંત જેવું કંઈક અનુભવું છું -મયુર વાકાણી.

“માં” માટે એમ જ નથી કહેવાયું કે માં એ “માં” બીજા વગડાના વા. માંની તોલે કોઈ ના આવી શકે. “માં” એક એવું ત્રાજવું છે  કે જેના કારણે આપણને આપણી આસપાસના લોકોનું માપ સરખું લાગે છે. પણ “માં” ન હોય ત્યારે બધા સંબંધ મપાઈ જાય છે.