Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટના એસીજે એ.જે. દેસાઈની કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ, ગુજરાત હાઈકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનિતા અગ્રવાલની નિમણૂંક પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથેની સલાહ મસલત બાદ મંજૂરીની મ્હોર મારવામાં આવી છે. બીજી તરફ, હાઇકોર્ટના હાલના એકટીંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપીને નિમણૂંક આપવામાં આવી છે.

જસ્ટિસ સુનીતા અગ્રવાલએ અલ્હાબાદ હાઈકોર્ટમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. સુપ્રીમ કોર્ટની આ ભલામણ બાદ, ગુજરાત હાઈકોર્ટને એક વર્ષના ટુંકા ગાળામાં બીજા મહિલા ચીફ જસ્ટિસ મળી શકશે. મહત્વનુ છે કે, થોડા મહિનાઓ પહેલા જસ્ટિસ સોનિયા ગોકાણીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નિત કરાયેલા, જેઓ ટુંકા ગાળામાં નિવૃત્ત થયા હતા.

જસ્ટિસ સુનિતા અગ્રવાલે અવધ યુનિવર્સિટીમાંથી વર્ષ 1989મા કાયદામાં ડિગ્રી પ્રાપ્ત કરેલી અને આ પછી વર્ષ 1990માં તેણી વકીલ તરીકે એનરોલ થયેલા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં સિવિલ બાબતોના કેસ લડતા હતા. તેણી, 21-11-2011ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જસ્ટિસ તરીકે નિમણૂંક પામેલા. આ પછી, 06-08-2013ના રોજ તેણી પરમેનેન્ટ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ સુનિતા અગ્રવાલે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના ચુકાદાઓ આપેલા છે. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે ખોરાકના પેકેજનુ વિતરણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરેલી. આ વ્યક્તિને મુક્ત કરવાનો જસ્ટિસ સુનિતા અગ્રવાલે આદેશ કરેલો અને ઉત્તરપ્રદેશને કહેલુ કે લોકડાઉન સમયની સ્થિતિને સમજો, લોકોને લોકડાઉનના પ્રોટોકોલ સમજાવો અને જાગૃતતા લાવવામાં મદદ કરો. આ ચુકાદો દેશભરમાં એક દિશા સમાન બનેલો.