Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઈટ શરુ થશે. જેમાં સ્પાઇસ જેટ દ્વારા અયોધ્યાની ફ્લાઈટ શરુ કરવામાં આવશે. તેમજ સ્પાઇસ જેટ બુધવાર સિવાય 6 દિવસ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. સવારે 6 કલાકે ટેકઓફ થશે અને 8 વાગ્યે અયોધ્યા પહોંચાડી દેશે. ત્યારે જ 1મી ફેબ્રુઆરીથી 30મી માર્ચ સુધી અયોધ્યાની ફ્લાઈટ ઓપરેટ કરશે.

22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ ભવ્ય શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ત્યારે નવા વર્ષે શ્રી રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે. ભગવાન શ્રી રામની અયોધ્યા નગરીના દર્શનને લઈને શ્રદ્ધાળુઓ ખુબ ઉત્સાહિત છે. ત્યારે અમદાવાદ શહેર અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે.

ભક્તોને અમદાવાદથી સીધા રામ નગરી પહોંચવામાં સરળતા

અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. માહિતી મુજબ ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.  ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા પણ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેમાં રામ ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.

ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે

માહિતી મુજબ આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડશે.

આ પણ વાંચો:  માંડલના અંધાપાકાંડમાં દ્રષ્ટિ ઓછી થવાના દર્દીઓની સંખ્યા વધતા ફફડાટ