Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતમાં અત્યાર સુધીમાં લાખો રોહિંગ્યાઓ ઘૂસી ગયા છે અને આમ છતા તેમના માટે સહાનુભૂતિ ધરાવતો એક વર્ગ ભારતમાં છે.

બીજી તરફ દુનિયામાં સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઈન્ડોનેશિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક જૂથે બાંદા આચે નામના શહેરમાં રોહિંગ્યાઓના આશ્રય સ્થાન પર હુમલો કર્યો હતો અને તેમને ઈન્ડોનેશિયામાંથી રવાની કરી દેવામાં આવે તેવી માંગ કરી હતી.

વિદ્યાર્થીઓના દેખાવોના વિડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભાગતા નજરે પડયા હતા. મહિલાઓ અને બાળકો ડરના કારણે રડતા જોવા મળ્યા હતા. રોહિંગ્યાઓને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટના પછી કેટલાક શરણાર્થીઓને બહાર લાવીને ટ્રકમાં બેસાડવામાં આવી રહ્યા હોવાનુ જોઈ શકાતુ હતુ. યુએનની શરણાર્થીઓ માટે કામ કરતી એજન્સીએ કહ્યુ હતુ કે રોહિંગ્યાના આશ્રયસ્થાનો પર હુમલાની ખબરથી અમે પરેશાન છે. તેમની સુરક્ષા વધારવામાં આવે.

એજન્સીનુ કહેવુ છે કે પોલીસની હાજરી હોવા છતા 137 શરણાર્થીઓને બળજબરીથી ટ્રકમાં બેસાડીને બીજી જગ્યાએ લઈ જવાયા છે અને તેના કારણે રોહિંગ્યા શરણાર્થીઓમાં ડરનો માહોલ છે.

વિદ્યાર્થીઓએ માંગ કરી હતી રોહિંગ્યાઓનુ અહીંયા કોઈ કામ જ નથી. તેમને તાત્કાલિક દેશ છોડવા માટે આદેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં અત્યાચારનો સામનો કરી રહેલા રોહિંગ્યાઓ મલેશિયા, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ તેમજ ભારતમાં પણ શરણ લઈને કે ઘૂસણખોરી કરીને રહેવા માંડયા છે.

એક અંદાજ મુજબ 1500 કરતા વધારે રોહિંગ્યા હવે ઈન્ડોનેશિયા પહોંચી ચુકયા છે. તેમની વધતી સંખ્યા સ્થાનિક લોકોમાં અસંતોષ પેદા કરી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાને F-15 એરક્રાફ્ટ બતાવીને ભારતને ધમકી આપવાનો પ્રયાસ કર્યો અને પોલ ખૂલી ગઈ