Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

માંડલમાં, શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં વધુ 3 દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મોતિયાના ઓપરેશન પછી દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ હતી. હજુ પણ દર્દીઓની સંખ્યા વધવાની શકયતાઓ છે.

2 દિવસ પહેલા 17 દર્દીઓ અને ગતરોજ 3 દર્દી લવાયા હતા

બે દિવસ પહેલા જ 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લવાયા હતા. ત્યારે અસારવા આંખની હોસ્પિટલમાં કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે માંડલના અંધાપાકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તેમાં આરોગ્ય વિભાગની તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. ઓપરેશન થિયેટરમાં નિયમનું પાલન ન થતું હોવાનો ખુલાસો સામે આવ્યો છે. હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ છે. તેમજ અસારવા આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે.

ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરાશે

ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે. માંડલ અસારવા આંખની હોસ્પિટલ વિવાદ મામલે વધુ 3 દર્દીઓને આંખની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં અસારવા આંખની હોસ્પિટલમાં કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ હજુ દર્દીની સંખ્યા વધવાની શકયતાઓ છે. માંડલ ખાતે મોકલેલી ટિમ બાદ દર્દીની સંખ્યામાં વધારો થયો છે. બે દિવસ પહેલા જ 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લેવાયા હતા. 

આ પણ વાંચો: કચ્છી સુકામેવાથી પ્રખ્યાત કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો