Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાલમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી મહિનાથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદ શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે આજે અમદાવાદની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને આજે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રશ્નપત્ર છે.

આ અંગે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો વિદ્યાર્થી હોય તેવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુથી પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન ગત વર્ષથી જ અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું છે . ત્યારે ગયા વર્ષે ખૂબ સારી સફળતા મળી હતી. જેના ભાગરૂપે આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં આજથી કરવામાં આવેલું છે.

શું છે પ્રિલીમ પરીક્ષામાં ખાસ

આ પરીક્ષા સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી પ્રશ્નપત્ર આવે એટલે સારા પ્રશ્નપત્રનો પણ એમને અનુભવ થશે અને જે શાળા કક્ષાએથી નહી પરંતું બહારથી જ આવતું હોય છે. જેવી રીતે બોર્ડનું પ્રશ્નપત્ર આવતું હોય છે. વિદ્યાર્થીઓની હોલ ટીકીટ પણ બોર્ડની જેમ જ કઢાવવામાં આવી છે. સાથે સાથે ખાખી સ્ટીકર તેમજ બારકોડ સ્ટીકર પણ લગાવાનું રહશે. જેથી કરીને વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવશે. તેમજ ઉત્તરવહીનું મૂલ્યાંકન પણ બોર્ડની પદ્ધતિ પ્રમાણે થશે અને એ પણ નિદર્શન વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે. આ પ્રિલીમ પરીક્ષામાં ધો. 10નાં મુખ્ય પાંચ વિષયોનું પ્રિલીમ પરીક્ષાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ પણ વાંચો:  2151 ફુટ લાંબો 10 ફુટ પહોળો ધ્વજ માર્ગો પર લેહરાવ્યો