Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ AMCનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ. થેન્નારસને બજેટ રજૂ કર્યું છે. તેમાં પાંચ મહત્વની બાબત બજેટમાં ધ્યાનમાં રખાઇ છે. તેમાં વિકસિત અમદાવાદ 2047ને ધ્યાને રાખી વિકાસ કરાશે. નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને મહત્વ અપાશે અને રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુક્યો છે.

ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય અપાયું

ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય અપાયું છે. તથા લીવેબલ અને હેપ્પી સિટી બનાવવા બજેટમાં જોગવાઈ છે. અમદાવાદ મનપાનું 10,801 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

AMCના વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઈલાઈટ્સ:

- 15.65 કીમી લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-2 1230 કરોડના ખર્ચે આયોજન

- ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિ.મી. પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-3નું 1000 રોડનાં ખર્ચે આયોજન

- 250 કિ.મી.ના રસ્તા રીગ્રેડ, 50 કિ.મી.ના માઈકો રીસરફેસીંગ તથા 100 કિ.મી.ના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિ.મી.ના રોડ 790 કરોડનાં ખર્ચે બનાવાશે

- 135 કરોડનાં ખર્ચે 05 આઈકોનિક રોડ બનાવાશે જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ પણ હશે

- લો-ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત લો-ગાર્ડનની આજુબાજુનાં રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં ખર્ચે આયોજન

- 15 કરોડનાં ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન

- Olympic-2036 ધ્યાને લઇ પાંચ કરોડનાં ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન

45 કરોડનાં ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટી.પી. માં 67 કિ.મી.નાં ટી.પી. રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે. જેમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેનાં નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે. 

આ પણ  વાંચો: વડોદરા કોર્પોરેશનમાં ફૂડ સેફટી ઓફિસરોની હાલ ઘટ પડી રહી છે