Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. સાથે સાથે ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે.

6 જાન્યુઆરીથી હવામાનમાં આવશે પલટો

રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. તેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હાલ 26 અને 27 ડિસેમ્બર હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ આગાહી કરાઈ છે. 

માવઠાની શક્યતા

ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેના કારણે માવઠું થવાની શક્યતા પણ રહેશે. જો કે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પણ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા પણ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના અન્ય શહેરોમાં પણ દારૂબંધીમાં છૂટ મળશે? મંત્રીનું મોટું નિવેદન