Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

થોડા દિવસો પહેલા અંબાલાલ પટેલે આ તારીખોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરવામાં આવશે અને 22 થી 24 ડિસેમ્બરના રોજ માવઠું થવાની શક્યતા રહેશે. જો કે આ સાથે તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાનને લઈને પણ તારીખો સાથે આગાહી કરી હતી.

ત્યારે રાજ્યમાં ભરશિયાળે વાદળછાયા વાતાવરણની આગાહી વચ્ચે હવામાનમાં પણ ભારે પલટો જોવા મળ્યો છે. દ્વારકામાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠું જોવા મળ્યું છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. જો કે, થોડા દિવસો પહેલા જ અંબાલાલ પટેલે કઈ તારીખોમાં માવઠાની શક્યતા રહેલ છે તે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.  22 થી 24 ડિસેમ્બરના રોજ માવઠું થવાની શક્યતા રહેલ છે. જો કે, આની સાથે જ તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાન અંગે પણ તારીખો સાથે હવામાનની આગાહી કરી હતી. ચાલો તો જાણીએ અંબાલાલ પટેલની આગાહી.

અત્યારે રાજ્યમાં ઉતર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના લીધે તાપમાનમાં પણ સતત વધઘટ થઇ છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગે પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમસાની પેટર્ન કોયડા સમાન થઈ રહી હતી. તેમ જ હવે શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમા પણ વધઘટ થશે. કારણ કે વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત આવવું જોઈએ તેમ આવ્યું નથી. તેના કારણે ઠંડી વધી નથી.

આ સાથે જ તેમણે કહ્યું હતું કે હવે નાતાલની આસપાસ ઠંડી વધશે. 29 થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલ છે. ત્યારે દેશ સાથે સાથે રાજ્યનું પણ હવામાન પલટાયુ છે. પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રેહવાની સંભાવના છે. 7 થી 10માં જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના લીધે મુંબઈનુ હવામાન પલટાશે. જે પછી 10 થી 13માં જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પણ પલટો આવશે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે 11 જાન્યુઆરીએ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. ત્યાર પછી 24 જાન્યુઆરીએ પણ ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે તો જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ઘણા બધા પલટા આવવાની શક્યતા રહેલ છે.

આ પણ વાંચો : ખેડૂતોના હિતમાં સીએમ પટેલનો મોટો નિર્ણય,જણાવ્યુ ક્યારથી મળશે આ વીજળી