Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, અરબ સાગરના આવેલ ભેજના કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટ્રર્બન્સ રેહશે.

હાલ બંગાળની ખાડીમાં મિચૌંગ વાવાઝોડુ સક્રિય છે. જેના કારણે ગુજરાતના સમુદ્રમાંથી પણ ભેજ આવી રહ્યો છે. અત્યારે સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તેમજ બે થી ત્રણ ડિગ્રી તાપમાન પણ ઘટી જશે. તેના કારણે ઠંડીનો ભારે અહેસાસ થશે. સાથે આગામી 24 કલાક દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નર્મદામાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા રહેલ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા  ગુજરાતમાં વાવાઝોડાની કેટલી અસર થશે અને કડકડતી ઠંડી ક્યારે પડશે તે અંગે પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનુ એવું અનુમાન છે કે,બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી મચાવશે અને તે પછી તેના કારણે ગુજરાતના હવામાનમાં પણ બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો એવો વરસાદ થવાની શક્યતા રહેલ છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગો પર થશે અને તેના કારણે ધુમ્મસ આવશે. સમગ્ર ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ પણ વધવા લાગશે. ઉતર ભારતના પવનોની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના રોજ હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના રોજ સામાન્ય સિસ્ટમ પણ બનશે.

આ સાથે અંબાલાલ પટેલે એમ જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ જોવા મળશે. ગુજરાતમાં 12 થી 14 ડિસેમ્બરના ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલ છે.

ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા અને ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેલ છે. હવે એક પછી એક સિસ્ટમ બનશે. તેના લીધે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. પ્રશાંત મહાસગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ પણ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે. જેના કારણે મિચૌંગ વાવાઝોડા પછી પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની શક્યતા રહેલ છે. 7 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાવા લાગશે. આ સાથે ગુજરાતમાં 22 થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.

 આ પણ વાંચો : ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા વિકરાળ આગ,પરિવારનો થયો આબાદ બચાવ