Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હવામાન નિષ્માત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અનુમાન કરતા કહ્યું છે કે, તારીખ 27-28 નવેમ્બરમાં ધીરે ધીરે હવામાન ચોખ્ખું થવા લાગશે.

રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ત્યારે આજે પણ અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠું પૂરું થતાં તો આખા રાજ્યને તરબોળ કરી ગયું ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબેલાલ પટેલે અન્ય એક માવઠાના રાઉન્ડની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 27 અને 28 નવેમ્બરમાં ધીરે ધીરે હવામાન ચોખ્ખું થવા લાગશે. જોકે, આ અરસામાં જંબુસર, વડોદરા, ભરૂચ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આ ભારે વરસાદને કારણે વિષમ વાતાવરણ થસે તેને કારણે કપાસના પાકમાં જીવજંતુને ખાખરી આવવાની શક્યતા છે. જ્યારે અન્ય પાકો માટે શિયાળુ પાક જેમ કે ઘંઉ અને સરસવ માટે સારું રહેશે.

આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવ્યુ કે શિયાળુ પાક જેમકે ઘંઉ અને સરસવ માટે તો સારું રહેશે.

હવામાન નિષ્ણાતે અન્ય એક માવઠા અંગે આગાહી આપતા જણાવ્યુ છે કે, 30મી નવેમ્બરના રોજ દેશના ઉત્તરીય પર્વતો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે જેના કારણે ત્યાં હિમ વર્ષા થવાની સંભાવનાઓ રહેશે. પરંતુ હાલમાં વરસાદની પરીસ્થિતિને કારણે ઠંડી પડશે. ઉતર ગુજરાતમાં 16 ડિગ્રી સેલ્સિયલ સુધી તાપમાન ઘટવાની સંભાવનાઓ રહેલ છે. જેના કારણે શિયાળુ પાકને ફાયદો થઈ શકશે.

ત્રણ ડિસેમ્બરની આસપાસ ફરીથી વાદળ આવવાની સંભાવના રહેશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ અરસામાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતનું નિર્માણ થશે. આ ચક્રવાતનું 26મી ડિસેમ્બરના રોજ આસપાસ બંગાળની ખાડીમાં હલચલ વધી જશે. જેનાથી હવામાનમાં પણ ભારે ફેરફાર થશે.

આ પણ વાંચો : આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદ