Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 29, 30 અને 31 ડિસેમ્બરના રોજ અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. તા. 1થી 5મી જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 

દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '29-30-31મી ડિસેમ્બરના રોજ  અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8મી જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા છે.'

અંબાલાલની આગાહી અનુસાર, આગામી 1થી 5મી જાન્યુઆરી સુધી મહીસાગર, અરવલ્લી અને પંચમહાલમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સરકારી જમીન પર થતાં દબાણો રોકવા 391 હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ