Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરી. તેઓએ ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં જ હવામાન કેવું હશે, તેની તારીખો સાથે શકયતા વ્યક્ત કરી છે. ત્યારે તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે એમ અને તેની સાથે કામોસમી વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ત્યારે  2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેમ જાણવા મળ્યું છે. છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને તાપમાન પણ હવે ઉંચુ નોંધાઇ રહ્યું હતું. છતાં પણ ભારે પવનના લીધે ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઇ આગાહી વ્યક્ત કરી. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં હવામાન કેવું રહેવાની શક્યતા,તેની તારીખો સાથે સંભાવના વ્યક્ત કરી છે. તેઓએ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર અને કમોસમી વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે વાદળો બનતા રહ્યા છે. ત્યારે વાદળો મધ્યમ અને ઉંચા લેવલ પર હતા. જેના કારણે વરસાદ ન થયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર હોવું જોઈએ તેના કરતા પણ હાઈપ્રેશર રહે છે. એશિયાના ઠંડા પવનના લીધે ઠંડીનો અનુભવ થયો હતો.

જો કે,25 ડિસેમ્બરથી વધારે ઠંડીનો અનુભવ થસે. તેમજ 27 થી 28 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. 29 ડિસેમ્બરના રોજ પણ ઠંડીનો ચમકારો વધશે. અરબ સાગરમાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરુઆતમાં જ લો પ્રેશર બનશે. ત્યારે આ સિસ્ટમ મજબુત બનશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 1 થી 5 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 11 જાન્યુઆરીની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકુળ રેહશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશલ છે. જો કે,ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી લઈ કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં પણ ભારે પવનો આવશે.

કમોસમી વરસાદ ત્યારે થાય જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબુત હોય છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાંથી વાદળો નીચે હોવા જોઈએ. ત્યારે પવન અને સાક્લોનિક સરક્યુલેશન પણ સાનુકુળ હોવા જોઈએ. ત્યારે કમોસમી વરસાદ થતો હોય છે. જો કે 11 જાન્યુઆરીની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, તેમ આ કેટલાક પરિબળો સાનુકુળ બની રહ્યા છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું નલિયામાં 10.8, ડીસામાં 13.8 ડિગ્રી