Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વાતાવરણને લઈને આગાહી આપતા હોય છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, વર્ષની શરૂઆતમાં આ એક મહિના પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેશે તેમ કહવામાં આવ્યું હતું. 19 થી 23 સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેમ જણાવવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે તેમ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. મળેલ વિગતો અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા બધા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કરેલ આગાહી અનુસાર મિચોંગ વાવાઝોડાના લેન્ડફોલ પછી પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેને લઈને અરબ સાગરમાં આવેલ ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે તેમ જણાવવામાં આવ્યું હતું.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીવાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા બધા ભાગોમાં થશે. વાવાઝોડાના લેન્ડફોલ પછી પૂર્વીય મધ્ય પ્રદેશમાં પણ અસર વર્તાશે. જેથી મહારાષ્ટ્રને ઘણા બધા ભાગોમાં તેની અસર વર્તાશે.તેના કારણે અરબ સાગરમાં ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં પણ અસર વર્તાશે. દિલ્લી, પંજાબ, હરીયાણા સાથેના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આ સાથે ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી  છે.

આ તારીખે કમોસમી વરસાદની કરાઈ આગાહી

અંબાલાલ પટેલ દ્વારા 13,14,15 ડિસેમ્બરના રોજ  દેશના ઉત્તર ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે 13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 19 થી 23 સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.