Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં ફરી એકવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. અગાઉ અમદાવાદ જિલ્લાની વિરમગામના માંડલની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી 15થી પણ વધુ દર્દીઓને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મોતિયાના ઓપરેશન પછી દેખાવાનું બંધ થયાનો આક્ષેપ લાગી રહ્યા છે.

આ અંગેની માહિતી મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી દેખાવાનું બંધ થયાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન પછી જ દેખાવાનું બંધ થયાનો પરિજનોનો આરોપ લગાવામાં આવ્યો છે.

પરિવારજનનો આક્ષેપ

જેમાં પરિવારજનનો આરોપ છેકે, મોતિયાના ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો જવાબ આપ્યો છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ડ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તેમજ ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઊડાવ જવાબ આપવામાં આવ્યો છે. જે દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલો ગરમાયો હોવાની વિગતો સામે આવી રહી છે.

તેમજ તપાસ મામલે સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું છે કે, આંખની સર્જરીમાં ઘણી વખત કોમ્પ્લિકેશન થાય છે. ત્યારે આ મામલે જરૂર હશે તો તપાસ કમિટી બનાવવામાં આવશે. જો કે હાલમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસ વધ્યા, રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત