Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાયબ્રન્ટ સમિટને લઈ 5 દિવસ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરમાં VVIP મુવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી જાહેર કરી છે.  જેમાં ઈન્દિરાબ્રિજથી ડફનાળાથી સુભાષબ્રિજ રૂટ પર ટ્રાફિક થઈ શકે છે. આ રૂટ સિવાયનાં વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા પર અપીલ કરી છે. ગાંધીનગર જતા લોકો માટે વિસત અને નાના ચિલોડાનો વૈકલ્પિક રૂટ નક્કી કરાયા છે. ત્યારે જ એરપોર્ટ જનારા લોકોને બે કલાક વહેલા એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવા એડવાઈઝરી

તેમજ પૂર્વ અમદાવાદથી એરપોર્ટ જતા પ્રવાસીઓએ મેમકો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોએ રિંગ રોડ તેમજ ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગત ટી તેમજ ભદ્રેશ્વર પહોંચી શકાશે અને પોલીસ દ્વારા ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કેરીને પણ મદદ લેવા એડવાઈઝરી જાહેર પણ કરી છે. પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જતા લોકો માટે નરોડાનો વૈકલ્પિક રૂટ. ત્યારે જ પશ્ચિમથી એરપોર્ટ જતા લોકો માટે ચિલોડાનો રૂટ અપાયો છે.

મંગળવારથી રસ્તાઓનો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

જાહેરા નામામાં જણાવ્યા અનુસાર આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધિત

આ જાહેરનામાં અનુસાર સેન્ટ્રલ વિસ્તારનો રોડનું પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નં. 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જે રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.

આ પણ વાંચો: ફ્લાવર શોથી નવ દિવસમાં રૂપિયા 3 કરોડથી વધુની આવક, મુલાકાતીઓની સંખ્યા 5 લાખને પાર