Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરના લોકો હવે ડબલ ડેકર બસનો આનંદ માણી શકશે. જેમાં અમદાવાદ શહેરમાં પ્રથમ ડબલ ડેકર બસ આવી પહોંચી છે. જેમાં AC ડબલ ડેકર ઇલેક્ટ્રીક બસ શરૂ કરવામાં આવશે થશે. ત્યારે ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી બસ જેવી બસ અમદાવાદમાં પણ દોડશે. RTO રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા પછી બસ શરૂ કરવામાં આવશે.

વાસણાથી આશ્રમ રોડ થઇ RTO સુધી બસ દોડાવાશે

વાસણાથી આશ્રમ રોડ થઇ આરટીઓ સુધી બસ દોડવામાં આવશે. હવે અમદાવાદીઓની આંતરુતાનો અંત આવી જશે. જેમાં અમદાવાદ શહેરના રસ્તા પર ડબલ ડેકર બસ જોવા મળશે. અમદાવાદ શહેરમાં AMTSનું વર્ષ 2024-25નું  641 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ શહેરમાં દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન છે. તથા વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર AC બસ દોડવામાં આવશે. મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાંકીય જોગવાઈ છે.

1020માંથી 895 બસ ખાનગી ઓપરેટરની છે

1020માંથી 895 બસ ખાનગી ઓપરેટરની છે. જેમાં એએમટીએસના માથે લોનરૂપી 410 કરોડનું દેવું છે. જેમાં એમપી, એમએલએ ગ્રાન્ટમાંથી 300 બસ શેલ્ટર બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ મીની CNG AC બસને પોઇન્ટ ટુ પોઇન્ટ દોડાવવાનું આયોજન છે. તથા ઝોન મુજબ ડેપો-ટર્મિનસ તેમજ અખબારનગર મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ તથા મેમનગર, આરટીઓમાં મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા આયોજન છે.

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે રક્તપિત્તના 2500થી વધુ દર્દી