Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફરીથી કોરોના વાયરસે માથુ ઊચું કર્યું છે. ત્યારે અમદાવાદમાં આજના દિવસે કોરોનાના 10 નવા કેસ નોંધાવવામાં આવ્યા છે. જેમાં પાંચ મહિલઓ  અને પાંચ પુરુષો છે. અત્યારે અમદાવાદમાં કોરોનાના 46 એક્ટિવ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે આ સાથે જ આજે મળેલ માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધાયા. તેથી દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 4097 થઈ છે. અમદાવાદમાં કોરોનાના કેસ બાબતે મળતી માહિતી અનુસાર,અત્યારે શહેરમાં 46 એક્ટિવ કેસ સક્રિય છે.

રાજ્યમાં ફરીથી કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, જેમાં પાંચ મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થયો છે. અત્યારે અમદાવાદમાં કોરોનાના 46 એક્ટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આજે મળતી માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધવામાં આવ્યા છે. તેથી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4097 થઈ છે.

અમદાવાદમાં કોરોનાના કેસ બાબતે મળતી માહિતી મુજબ, અત્યારે શહેરમાં 46 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં જ્યારે અન્ય 45 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે શહેરના નવરંગપુરા,નારણપુરા,બોડકદેવ,થલતેજ,નિકોલ,મણિનગર, સાબરમતી અને ઈસનપુરમાં કોરોના કેસ નોંધાવવામાં આવ્યા છે. આજે કોરોનાના વધારે 10 કેસ નોંધાયા છે.  પાંચ મહિલા અને પાંચ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

ગુજરાતમાં JN1ના વધુ કેસ

27મી ડિસેમ્બર સુધીમાં તો દેશમાં સૌથી વધારે JN1ના કુલ 36 કેસ ગુજરાતમાં જ નોંધાવવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસની સાથે અમદાવાદમાં પણ ભારે પ્રકોપ જોવા મળ્યો છે. આ સાથે જ બુધવારે શહેરના દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું હતું. જેમાં એક 82 વર્ષીય વૃદ્ધ  હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. તેના સૌથી વધારે કેસ અંગે રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાના જે એન1ના 66 કેસ સક્રિય છે. આ સાથે જ જેએન 1ના 36 કેસો આપણા રાજ્યમાં હાલ ધ્યાનમાં આવ્યા છે. ત્યારે આપણે ત્યાં આવતા બધા કેસોનું અમે જીનોમ સિકવન્સી કરીએ છીએ. આ ટાઇપના ભારતમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં જ આવ્યા છે કારણ કે આપણે આ બધા કેસનું જીનોમ સિકવન્સી કરીએ છીએ એટલે આંકડો આપણને વધુ લાગે છે.