Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ પર એક વાર પહોંચી ગયા તો હવે અમદાવાદ જ નહિ દેશના કોઈપણ ખૂણે જવું હશે તો તમને આસાનીથી ટ્રાન્સપોર્ટ સુવિધા મળી જશે.

વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી માત્ર અઢી કિલોમીટરના અંતરે જ સાબરમતી વિસ્તારમાં દેશનું સૌથી મોટું મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના પ્રોજેકટનો 14 સપ્ટેમ્બર 2017ના રોજ શિલાન્યાસ કર્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પર અતિ આધુનિક સિસ્ટમ સાથે બુલેટ ટ્રેનનુ મલ્ટી મોડલ હબ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અંદાજે 332 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થયું છે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ બે આઇકોનિક ટાવર્સને જોડી એક ઉત્કૃષ્ટ આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર તરીકે કરવામાં આવ્યું છે. જેમાં કુલ 3.6 હેક્ટરનો પ્લોટ વિસ્તાર અને 5,79,980 ચોરસ ફૂટનો સુપર બિલ્ટ-અપ વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો છે. 1300 વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 4,36,638 sqftમાં ફેલાયેલ અત્યાધુનિક ઓટોમેટેડ પાર્કિંગ સુવિધાની સાથે, આ હબ સુંદરતાને કાર્યક્ષમતા સાથે પણ જોડે છે.

60,687 ચોરસ ફૂટનો નયનરમ્ય લેન્ડસ્કેપ વિસ્તાર તેની સુંદરતામાં વધારો કરે છે. જેમાં એક નયનરમ્ય સ્ટેપ ગાર્ડન ફોર્મેટમાં ગોઠવાયેલ સ્વદેશી છોડની જાતોની શ્રેણીનો પણ સમાવેશ થાય છે. તેની આર્કિટેક્ચરલ સુંદરતાની સાથે આ મલ્ટિમોડલ હબ 13 લિફ્ટ, 8 એસ્કેલેટર, CCTV, ફાયર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. હબ બિલ્ડીંગ, ઈકો-ફ્રેન્ડલી બાંધકામની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપતા, આ ઈમારતમાં છતની સૌર પેનલને એકીકૃત કરવામાં આવી છે.

ફૂટ ઓવર બ્રિજ વનના થર્ડ ફ્લોર પર બુલેટ ટ્રેનનું સ્ટેશન રાખવામાં આવશે. ફૂટ ઓવર બ્રિજના સેકન્ડના બીજા માળે મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ બસ સ્ટેશનનું આયોજન કરવામાં આવશે. ફૂટ ઓવર બ્રિજ 3ના રેલવે સ્ટેશનનું એક્સલેટર, લિફ્ટ પણ હશે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની શોપ, ફૂડ કોર્ટ અને અન્ય મનોરંજન માટેના સાધનો સાથેના વ્યવસાયિક ઉપયોગ માટે  રાખવામાં આવ્યું. આ આખા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અતિ આધુનિક અને શાનદાર સુવિધાઓ રાખવામાં આવી છે.

અમદાવાદના એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન કે પછી બસ સ્ટેશન પર વાહન પાર્કિંગની સમસ્યાઓ જોવા મળે છે. પરંતુ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં પાર્કિંગની કોઈ પણ સમસ્યા નહિ રહે. કારણ કે, 3 ફ્લોર સુધી તો ફક્ત પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. 1300થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવી વિશેષ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. તેમજ દિવ્યાંગ માટે વાહન પાર્ક થઈ શકે તેવી પણ સુવિધા કરવામાં આવી છે.

મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ પર એક વખત પહોંચી ગયા પછી અમદાવાદ નહિ દેશના કોઈપણ ખૂણે જવું હોય તો આસાનીથી મળી જશે ટ્રાન્સપોર્ટ સુવિધા. આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબથી બુલેટ ટ્રેન સ્ટેશન ફક્ત 150 મીટરના અંતરે છે અને મેટ્રો સ્ટેશન 300 મીટરના અંતરે છે. બી આર ટી એસ 150 મીટર અને ન્યુ રાણીપ બસ સ્ટેશન ફક્ત 2 કિલોમીટરના અંતરે અને આરટીઓ સર્કલ 1.50 કિલોમીટર અંતરે, એસજી હાઇવે 7 કિલોમીટર અંતરે અને એરપોર્ટ 7 કિલોમીટરના અંતરે જ આવેલ છે. જેથી ટ્રાન્સપોર્ટ સુવિધા ખૂબ જ સરળતાથી મળી રહેશે.

આ પણ વાંચો : રાજકોટમાં પ્રખ્યાત અડદિયા પાકનું ધૂમ વેચાણ, જાણો આવી રીતે બને છે વસાણું