Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Gujarat: અમદાવાદ જિલ્લા પંચાયત કર્મચારી મંડળના સરકારી રબર સ્ટેમ્પ(સિક્કા)નો દુરૂપયોગ કરવાના કેસમાં શહેર ક્રાઇમબ્રાંચે  ધરપકડ કરેલા આરોપી પિતા-પુત્રની જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. મેટ્રો કોર્ટનુ અવલોકન છે કે, આરોપીઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. વળી કેસની તપાસ હાલ ચાલી રહી છે અને નાજુક તબક્કામાં છે, તેવા સમયે જો આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજમાં અવળો સંદેશો જાય. તો કેસની તપાસ અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની શકયતા પણ નકારી શકાય નહી. આ સંજોગોમાં આરોપીઓને જામીન આપવા ન્યાયોચિત ગણાશે નહીં.  

સુનાવણી દરમિયાન, અધિક સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપી મુકેશ ભગવાનભાઇ શાહ અમદાવાદ જિલ્લા પંચાયત તાંત્રિક મંડળમાં  ફરજ બજાવતા હતા અને નિવૃત્તિ બાદ પણ તેમણે સરકારી સિક્કાઓ પોતાના ઘરમાં રાખી અગાઉના હોદ્દાનો દુરૂપયોગ કરી પોતાના પુત્રની મદદગારીમાં ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું છે. આ જ પ્રકારે વટવા જીઆઈડીસીમાં સાહેદ દિનેશ પટેલની કંપનીના નામનો પણ બનાવટી રાઉન્ડ સ્ટેમ્પ બનાવી આરોપીએ પોતાના કબજામાં રાખ્યો હતો. જેની જાણ થતાં આરોપીઓ વિરૃધ્ધ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ  હતી. આરોપી પોતે હાલ સરકારી હોદ્દામાં નહી હોવા છતાં તેણે સરકારી સિક્કા પોતાના હસ્તકમાં ગેરકાયદે રીતે રાખી જામીનગીરી અને દસ્તાવેજના કામોમાં તેનો દુરૂપયોગ કરવાના બદઇરાદે આ સિક્કાઓ પોતાની પાસે રાખ્યા હતા. ભૂતકાળમાં પણ આરોપી વિરૃધ્ધ ધોળકા અને સાણંદમાં આ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.  આમ, આરોપીઓ સામે પ્રથમદર્શનીય ગુનો બને છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને ગુનાની ગંભીરતા ધ્યાને લઇ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દેવી જોઇએ.

Tags: gujarat , Ahmedabad