Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Ahmedabad: ગતરોજ રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવી રહેલી લકઝરીયસ જગુઆર ગાડીએ શહેરમાં એક કાળમુખો અકસ્માત સર્જ્યો હતો. જેને કારણે અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યા અને અન્ય લોકો ઘાયલ થયા છે. ગાડી લગભગ 160થી વધુ સ્પીડથી આવી રહી હોવાના અહેવાલ છે. આ ગાડી તથ્ય પટેલ નામનો આરોપી ચલાવી રહ્યો હતો. હાલ ઇજાગ્રસ્ત લોકોને સોલા સિવિલ તથા સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસ વિભાગે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તથ્ય પટેલે કોઈ નશો કર્યો હતો કે કેમ અથવા તો ડ્રગ્સ સાથે સંકળાયેલ છે કે નહીં એ અંગે પણ લોકોએ તપાસ કરવાની પોલીસ સમક્ષ માંગ કરી છે. અકસ્માતમાં એક કોન્સટેબલ અને હોમગાર્ડનું પણ મોત નીપજ્યું છે. 


આરોપી તથ્ય પટેલને અકસ્માત બાદ સામાન્ય ઇજા તથા સારવાર અર્થે સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ આરોપી તથ્ય પટેલને ઇસ્કોન બ્રિજ પર હાજર લોકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. આરોપી તથ્ય પટેલની સાથે અન્ય 2 લોકો પણ ગાડીમાં સવાર હતા, જે હાલ ફરાર છે. અકસ્માતના સ્થળે પોલીસ તથા અન્ય લોકો હાજર હોવા છતાં ગાડીમાં સવાર અન્ય 2 લોકો કેવી રીતે નાસી છૂટયા એ પણ એક મહત્વનો મુદ્દો છે. આ ઘટનામાં પોલીસ ખુદ ફરિયાદી બની ટ્રાફિક પીઆઇ VB Desai ફરિયાદી બન્યા છે. આરોપી હેઠળ અલગ અલગ કલમો લગાડી કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી તથ્ય પટેલન પોલીસની નજર હેઠળ હોસ્પિટલમાં છે. અહેવાલ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી તથ્ય પટેલ પાસે લાઇસન્સ પણ ન હતું. 


જોવાની વાત એ છે કે ઇસ્કોન બ્રિજ શહેરના એક પોર્સ વિસ્તારમાં આવેલો છે. આ બ્રિજ અમદાવાદ-ગાંધીનગર, રાજકોટ-ગાંધીનગર તથા અન્ય શહેરોને જોડતો બ્રિજ છે, પણ તંત્રની એટલી હદે બેદરકારી છે કે આ બ્રિજ આટલો એક્ટિવ હોવા છતાં ત્યાં પૂરતા પ્રમાણમાં લાઇટ પણ ન હતી. એવું કહી શકીએ કે બ્રિજ પર તંત્ર દ્વારા લાઇટ ચાલુ હોત તો કદાચ આ અકસ્માત ન સર્જાયું હોત. ક્યાંકને ક્યાંક આમાં અમદાવાદ કોર્પોરેશનની પણ ખામી હોય એમ માની શકાય. કાનૂની વ્યવસ્થામાં પણ સુધારો થવો જોઈએ. 

કોણ છે તથ્ય પટેલ

તથ્ય પટેલ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ 'હરે શાંતિ' બંગલોમાં રહે છે. તથ્ય પટેલ સાબરમતી યુનિવર્સિટિમાં BBAમાં અભ્યાસ કરે છે અને અહેવાલ મુજબ તેની ઉમર માત્ર 19 વર્ષ છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બિલ્ડર છે. પ્રજ્ઞેશ પટેલના પણ ભૂતકાળના કેટલાક કાળા કરતૂસ છે. પ્રજ્ઞેશ પટેલ સહિત તેમના સાગરીતોએ વર્ષ 2020માં સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ જોબની લાલચ આપી યુવતી સાથે ગેંગરેપ કર્યું હતું. આ દુષ્કર્મમાં પ્રજ્ઞેશ પટેલ અને તેના સાગરીત જીતેન્દ્ર ગોસ્વામીની મુખ્ય ભૂમિકા હતી. પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. પ્રજ્ઞેશ પટેલ અને તેના સથીદારે એકવાર નહીં પરંતુ અનેક વાર યુવતી સાથે ગેંગરેપ કર્યું હતું. પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગેંગરેપ સિવાઈ પણ અન્ય 6થી 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 


અમદાવાદ શહેર પોલીસ ઊંઘમાં 

નિયમ અનુસાર  શહેરમાં લગભગ બધી જ જગ્યાએ સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવી છે. પરંતુ કેટલાક શ્રીમંત વર્ગના લોકો નિયમોની ધજયા ઉડાવતા હોય છે અને બેફામ ગાડી ચલાવી લોકોની જિંદગી સાથે રમતા હોય છે અને અકસ્માત સર્જી ત્યાંથી નાસી છૂટતા હોય છે. મહત્વની વાત તો એ છે કે શહેર પોલીસ  તો જાણે ઊંઘમાં હોય તેમ કોઈ પણ એક્સન લેતી હોય તેવું નજરે પડતું નથી. સ્પીડ લિમિટનું બોર્ડ માત્ર શોભા માટે લગાવાયું હોય તેવું લાગી રહ્યું છે. સ્પીડ લિમિટની તો લોકોએ એક, બેણે ત્રણ કરી મૂકી છે. લોકોને જાણે પોલીસની કોઈ ડર જ નથી. શહેરના કેટલાક બ્રિજ પર કેમેરા લગાળેલ હોવા છતાં અતિ સ્પીડથી ચલાવતા વાહન ચાલકો સામે કોઈ એક્સન લેવામાં આવતી નથી, અથવા તો સામાન્ય દંડ લઈ તમને છોડી મૂકવામાં આવે છે. સિંધુ ભવન રોડ પર પણ નબીરાઓ સ્ટંટ કરતાં જોવા મળતા હોય છે. કારના બોનેટ પર બેસી પુરપાટ ઝડપે ગાડી ચલાવી અવાર નવાર વિડિયો બનાવતા હોય છે પરંતુ છેલ્લે તો પોલીસ સામાન્ય ચાર્જ વસૂલી આ નબીરાઓને છોડી મૂકે છે. 

શહેર પોલીસને સવાલ છે કે તંત્રની આવી ને આવી બેદરકારી કયા સુધી? કયા સુધી લોકોના જીવ સાથે ખીલવાડ થશે? શું કોઈ એવું ઉદાહરણ નહી પોલીસ દ્વારા નહીં બેસાડવામાં આવે જેનાથી લોકોમાં એક ડર બેસે? બેફામ ગાડી ચલાવતા અને સ્ટંટ કરતાં લોકો સામે શું કોઈ કડક કાયદો નહીં બનાવવામાં આવે? નિયમો શું માત્ર સામાન્ય નાગરિક માટે જ છે?

ભૂતકાળમાં પણ હિટ એન્ડ રનના અનેક કેસ 

વર્ષ 2013માં જજિસ બંગલો રોડ પર લાડ સોસાયટી પાસે 150 જેટલી સ્પીડ એ આવતી બીમડબલ્યુ કારે બાઇક પર સવાર 2 લોકોણે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બંને લોકો લગભગ 30 ફૂર દૂર ફેંકાય હતા. અને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું જ્યારે અન્ય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ અકસ્માત અમદાવાદના ડૉક્ટરના પુત્ર વિસ્મય શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. તેની પણ ઉમર માત્ર 27 વર્ષની હતી. તેમને સેશન્સ કોર્ટ દ્વારા ગુનેગાર જાહેર કરી 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી તથા મૃતકોના પરિવારને પણ 5-5 લાખ રૂપિયા આપવાનો આદેશ કરાયો હતો. 


થોડા સમય પહેલા માર્ચ મહિનામાં પણ આવી જ કઈક ઘટના બની હતી. અમદાવાદના એસજી હાઇવે પર સોલા પાસે 21 વર્ષીય સત્યમ શર્માએ એક કપલને અડફેટે લીધું હતું અને અકસ્માત સર્જી ત્યાંથી નાસી છૂટયો હતો, જેની પોલીસ દ્વારા રાજસ્થાનથી અટકાયત કરાઇ હતી. સત્યમ શર્મા પણ અમદાવાદના જાણીતા બિલ્ડર કૃષ્ણ શર્માનો છોકરો હતો. સત્યમ શર્માની બીમડબલ્યુ કારમાંથી દારૂની બૉટલ તથા દારૂ ભરેલો ગ્લાસ પણ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં સોલા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.