Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયલ પર હમાસે જે  હુમલો કર્યો છે ત્યાર બાદ તેણે જે જવાબી કાર્યવાહી કરી છે તેનાથી  સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. હમાસે કરેલા હુમલામાં 250 લોકોનાં મૃત્યુ થયાં જ્યારે ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં 230 લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર છે.

ઇઝરાયલે ગાઝાના સાત કેન્દ્રોમાં નાગરિકોને પોતાની રીતે શરણ લેવાનું કહ્યું છે. ઇઝરાયલ દ્વારા  ગાઝા પટ્ટીમાં હમાસના કેન્દ્રો પર હુમલાના હેતુથી ઍડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને કાળો દિવસ ગણાવ્યો છે સાથે સાથે 'મોટો બદલો' લેવાની ચેતવણી પણ આપી છે.

ઇઝરાયલના કોઈ ટીવી ચેનલ દ્વારા ડાઇનિંગ હૉલમાં બંધક બનાવેલા લોકોને છોડાવી લેવામાં આવ્યા છે. હમાસના પ્રવક્તાએ જણાવ્યું છે કે ઈઝરાયલ પરના હુમલામાં તેમને સહયોગી ઈરાનનું સમર્થન પણ મળ્યું છે. ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ આઈડીએફએનું કેહવું છે કે તેના સૈનિકો ઇઝરાયલમાં 22 અલગ અલગ જગ્યા પર ચરમપંથીઓ લડી રહ્યા છે. એક નિવેદનમાં સેનાએ બે જગ્યા પર બંધક સ્થિતિ હોવાની પુષ્ટિ કરી છે.

નિવેદન અનુસાર માહિતી મળી છે કે ઓફાકિમ અને બેરીમાં બે જગ્યા પર સુરક્ષાજવાનો અને ચરમપંથીઓ વચ્ચે હાલ ગોળીબારી ચાલુ છે. એક નિવેદનમાં સેનાએ ઈઝરાયલી સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે ત્યારે મૃતક સૈનિકોની સંખ્યા જણાવી નથી.

ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો કાપવાની અને અન્ય સપ્લાય બંધ કરવા માટે  ચેતવણી આપી છે. ઇઝરાયલે એમ કહ્યું છે કે તે ગાઝાની વીજળી, ઈંધણ અને અન્ય સામાનના પુરવઠાની સપ્લાય લાઇન પણ કાપી નાખશે. મીડિયાના રિપોર્ટમાં એમ કહેવાયું છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયમાં રહીને ચેતવણી આપી છે. ઇઝરાયલના અધિકારીઓ દ્વારા શનિવારના રોજ અહીં વીજ પાવર કાપી નાખ્યો હતો. જેના કારણે શનિવારથી અહીં અંધારું જોવા મળી રહ્યું છે.

ઇઝરાયલે 2007ના વર્ષમાં પણ સુરક્ષા કારણોને લઈને ઈજિપ્તની સાથે સાથે ગાઝા પટ્ટીમાં નાકાબંધી કરી નાખી છે. ગાઝા પટ્ટી અને તેના કિનારા પર આવેલ હવાઈ ક્ષેત્ર પર ઇઝરાયલનું નિયંત્રણ છે. તેઓ દ્વારા  અહીં બૉર્ડર દ્વારા થતા સપ્લાય પર પણ નિયંત્રણ રાખવામાં આવે છે. ગાઝા સાથે જોડાયેલી સરહદથી સામાન લાવવા અને લઈ જવા પર ઈજિપ્તનું નિયંત્રણ છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર ચર્ચા કરી છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ભૂકંપના એક બાદ એક ત્રણ આંચકથી 2000 લોકોના થયા મોત