Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર પાસે પ્રાંતિયા ગામે દારુની લૂંટ કરવામાં આવી છે. જેમાં દારૂથી ભરેલી કારના અકસ્માત પછી દારૂની લૂંટ ચલાવામાં આવી છે. તેમાં અકસ્માત પછી લોકો દારૂની બોટલ લઇને દોડતા દેખાયા છે. હાઈવે પર કારને વહેલી સવારે અકસ્માત થયો હતો.

અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી આવે છે

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તેમ છતાં અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી રહ્યો છે. હવે ફરી એક વાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દારૂની લૂંટ જોવા મળી આવી છે. જેનાથી આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની જ છે. ગુજરાત સરકારે તાજેતરમાં ખાસ કક્ષા ધરાવતા લોકો માટે જ્યાં દારૂબંધી હળવી કરી છે. તે ગિફ્ટ સિટીથી માત્ર થોડાક જ કિલોમીટરના અંતરે આજે સવારે એક અકસ્માત ગ્રસ્ત કારમાં દારૂ બિયર ભરેલો હોવાનું માલુમ પડતા લોકોએ રીતસરની દારૂની લૂંટ ચલાવી હતી. દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે આમ ધોળા દહાડે હાઇવે પર બનેલી આ ઘટનાએ લોકોમાં કૌતુક જગાવ્યું હતુ.

જામનગરમાં ઇંગ્લિશ દારૂની બાટલી સાથે એક શખ્સની અટકાયત

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીમવાસ શેરી નં. 1માં એક મકાન પર દરોડો પાડી 24 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે એક શખ્સની ધડપકટ કરી છે. જ્યારે દારુનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કરાયો છે. ઉપરાંત નાઘેડી ગામના પાટિયા પાસેથી બાઈક પર નીકળેલા બે શખ્સોને LCBની ટીમે ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લીધા છે અને ત્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નં. 1માં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ નામના શખ્સે પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડ્યો છે અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 24 નંગ જેટલી નાની ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લીશ દારૂ LCBની ટીમે કબજે કરી લઈ મકાન માલિક સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલની અટકાયત કરી લીધી છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી માટે યુએઈ-ગુજરાત સાથે મળી કામ કરશે