Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ચીનમાં આ વખતે ઐતિહાસિક ઠંડી પડી છે. ચીનના કેટલાય હિસ્સામાં તાપમાન માઇનસ 40 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. રાજધાની બૈજિંગ શહેરમાં હાલમાં માઇનસ 10 ડિગ્રી તાપમાન છે. હાલમાં ત્યાં નવ દિવસથી બરફનું તોફાન ચાલી રહ્યું છે. સીએનએનના રિપોર્ટ મુજબ 1951 પછી આ બૈજિંગમાં અત્યાર સુધી નોંધાયેલી સૌથી મોટી હિમલહેર છે. 

તેના લીધે કામકાજ ઠપ્પ થઈ ગયું છે. હોસ્પિટલો અને ઇમરજન્સી સર્વિસિસ સિવાય બધુ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. હિમ તોફાનના પગલે બે મેટ્રો ટ્રેન સામસામે અથડાઈ ગઈ હતી. તેના લીધે કેટલાય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.

બૈજિંગના નાનજિયામો હવામાન કેન્દ્ર નોંધાયેલું તાપમાન રવિવારે બપોરે પહેલી વખત શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું રહ્યું હતું. જો કે હાલમાં રાજધાનીમાં -10 ડિગ્રી તાપમાન છે.

સ્થાનિક અખબાર મુજબ 11 ડિસેમ્બરે પહેલી વખત તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું. ચીનના કેટલાક હિસ્સામાં તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચીનમાં હાલમાં 300 કલાક કરતાં પણ વધુ સમયથી હિમલહેર ચાલી રહી છે. આ મહિને ફક્ત બૈજિંગ જ નહીં ચીનના મોટાભાગના વિસ્તારોમાં હિમલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 

સીએનએન મુજબ ચીનના કેન્દ્રીય પ્રાંત હેનાનમાં વીજતંત્ર ઠપ્પ થઈ ગયું હતું. જિયાઓજુઓમાં વાનફેંગ વીજમથકમાં ખરાબી પછી કલાકો સુધી હીટિંગ રોકાઈ ગયું હતું. બંને સરકારોએ પછી નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે પ્રાંતના અન્ય બે શહેરો પુયાંગ અને પિંગડિંગશાન હોસ્પિટલો, સ્કૂલો અને અન્ય મકાનો માટે હીટિંગ આપવા મોટાભાગના સરકારી બિલ્ડિંગો અને ઉદ્યોગમાં હીટિંગમાં કાપ મૂકવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: ભારતમાં Vivoના કર્મચારીઓની ધરપકડ થતાં ચીન ગુસ્સે થયું